Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લૅન્ડની સ્ક્વૉડમાં બેન સ્ટોક્સ, ગસ ઍટકિન્સનની વાપસી

ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લૅન્ડની સ્ક્વૉડમાં બેન સ્ટોક્સ, ગસ ઍટકિન્સનની વાપસી

Published : 23 June, 2026 10:18 AM | Modified : 23 June, 2026 10:19 AM | IST | Nottingham
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સને ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના કહેવા પર રવિવારે કાઉન્ટી ક્રિકેટ ચૅમ્પિયનશિપના ત્રીજા દિવસે અધવચ્ચેથી રમવાનું છોડીને નૅશનલ ટીમ સાથે જોડાવાની તૈયારી શરૂ કરી હતી

બેન સ્ટોક્સ, ગસ ઍટકિન્સન

બેન સ્ટોક્સ, ગસ ઍટકિન્સન


પચીસ જૂનથી ટ્રેન્ટ બ્રિજ ખાતે શરૂ થનારી ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ-મૅચ માટે ગઈ કાલે ઇંગ્લૅન્ડની સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી હતી. લંડનની નાઇટક્લબ વિવાદમાં ફસાયેલા કૅપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સનનો ટીમમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે.

બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સને ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના કહેવા પર રવિવારે કાઉન્ટી ક્રિકેટ ચૅમ્પિયનશિપના ત્રીજા દિવસે અધવચ્ચેથી રમવાનું છોડીને નૅશનલ ટીમ સાથે જોડાવાની તૈયારી શરૂ કરી હતી. બાળકના જન્મને કારણે બીજી ટેસ્ટ-મૅચ ચૂકી ગયેલા વિકેટકીપર-બૅટર જેમી સ્મિથે પણ સ્ક્વૉડમાં વાપસી કરી છે. બીજી ટેસ્ટ-મૅચમાં સામેલ નવોદિત ખેલાડીઓ જેમ્સ રેવ, સોની બૅકર અને હેન્રી ક્રોકૉમ્બેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.



નાઇટક્લબમાં ઝપાઝપીના વિવાદમાં ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સનને હિંસક વર્તન માટે જવાબદાર ગણ્યા નથી. ટીમના નાઇટ કર્ફ્યુના નિયમો તોડવા બદલ તેમને દોષી ઠેરવીને લેખિતમાં ચેતવણીઓ આપવામાં આવી છે.  


ઇંગ્લૅન્ડનો યંગ ઑલરાઉન્ડર જેકબ બેથલ એકસાથે બે ઇન્ડિયન ગર્લ્સને ડેટ કરી રહ્યો છે?


ઇંગ્લૅન્ડનો ૨૨ વર્ષનો ઑલરાઉન્ડર જેકબ બેથલ હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર જેકબ બેથલ હાલમાં એકસાથે બે ઇન્ડિયન ગર્લ્સને ડેટ કરી રહ્યો છે. 
એક કૅફેમાં કર્ણાટકની મૉડલ અને ઍક્ટ્રેસ આધ્યા આનંદ સાથે અને એક મિરર-સેલ્ફીમાં મુંબઈની સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ અંકિતા પટેલ સાથે જેકબ બેથલનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. 
ન્યુ ઝીલૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટ-મૅચમાં જેકબ બેથલે અંગ્રેજ ટીમ માટે માત્ર ૨૯ રન કર્યા હતા અને બીજી ટેસ્ટ-મૅચમાં ૪ વિકેટ લીધી હતી. IPL 2026માં તેને સાત મૅચમાં રમવાની તક મળી હતી, પણ તે ૯૬ રન જ કરી શક્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 10:19 AM IST | Nottingham | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK