કૂદકા મારી રહેલા યશસ્વી જાયસવાલને રોહિત શર્માએ બરાબરનો ઠપકાર્યો
સિલી પૉઇન્ટ પર ફીલ્ડિંગ દરમ્યાન બૉલથી બચવા કૂદકો મારતો યશસ્વી જાયસવાલ
મેલબર્નમાં પહેલા દિવસની રમતમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલને સિલી પૉઇન્ટ પર ફીલ્ડિંગની જવાબદારી મળી હતી. બૅટિંગ કરી રહેલા બૅટરથી ૪૫ ડિગ્રીના ખૂણે આવેલી આ સૌથી નજીકની ફીલ્ડિંગ પોઝિશન પર બૉલ વાગવાનો ખતરો વધારે રહે છે. એક સમયે યશસ્વી ઑસ્ટ્રેલિયન બૅટર સ્ટીવ સ્મિથ કોઈ બૉલ રમે એ પહેલાં ઈજાથી બચવા કૂદકો મારતો જોવા મળ્યો હતો. આ જોઈ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ તેને ઠપકો આપતાં કહ્યું કે ‘તું ગલી ક્રિકેટ રમે છે કે શું? જ્યાં સુધી બૅટર શૉટ ન રમે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેજે.’
ભૂતકાળમાં પણ રોહિત દ્વારા યંગ પ્લેયર્સને આપેલા આવા મીઠા ઠપકાના વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા છે.