Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રેપ અને બ્લૅકમેઇલિંગના કેસમાં ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડનો આદેશ

રેપ અને બ્લૅકમેઇલિંગના કેસમાં ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડનો આદેશ

Published : 21 July, 2026 10:47 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ કોર્ટે તપાસ-અધિકારીઓને આ કેસમાં કરેલી કાર્યવાહીનો વિગતવાર સ્ટેટસ-રિપોર્ટ ૧૧ ઑગસ્ટ સુધીમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો

ક્રિકેટર અભિષેક પોરેલ

ક્રિકેટર અભિષેક પોરેલ


દિલ્હી કૅપિટલ્સનો ૨૩ વર્ષનો વિકેટકીપર-બૅટર અભિષેક પોરેલ મોટી મુશ્કેલીમાં ફસાયો છે. કલકત્તા હાઈ કોર્ટે મેડિકલ વિદ્યાર્થિની પર કથિત બળાત્કાર અને બ્લૅકમેઇલ કરવાના સંદર્ભમાં અભિષેક પોરેલ સહિત બે લોકોની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

ખાનગી ફોટોનો ઉપયોગ કરીને બ્લૅકમેઇલિંગ થતું હોવાથી કોર્ટે બન્નેનાં તમામ ઇલેક્ટ્રૉનિક ઉપકરણો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ફોટો શૅર થતા અટકાવવા માટે ઉપકરણોની રિકવરી જરૂરી છે.



સુનાવણી દરમ્યાન ફરાર આરોપી વતી કોઈ વકીલ હાજર રહ્યા ન હતા. પોલીસે કોર્ટને જાણ કરી હતી કે આરોપીઓને શોધવા અને ધરપકડ કરવા માટે પ્રયાસો ચાલુ છે.  હાઈ કોર્ટે તપાસ-અધિકારીઓને આ કેસમાં કરેલી કાર્યવાહીનો વિગતવાર સ્ટેટસ-રિપોર્ટ ૧૧ ઑગસ્ટ સુધીમાં દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.  કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 10:47 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK