Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > VPL-T20 2026માં સ્કૉર્ચર્સની સતત પાંચમી જીત, એમ્પાયર વૉરિયર્સનો પ્રથમ પરાજય

VPL-T20 2026માં સ્કૉર્ચર્સની સતત પાંચમી જીત, એમ્પાયર વૉરિયર્સનો પ્રથમ પરાજય

Published : 18 February, 2026 10:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં‍ ગઈ કાલે બોલરોની બોલબાલા રહી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં‍ ગઈ કાલે બોલરોની બોલબાલા રહી હતી અને બે મૅચમાં 3 ટીમ ઑલઆઉટ થઈ હતી અને કુલ ૩૩ વિકેટો પડી હતી. સીઝનની ટૉપની ટીમ સ્કૉર્ચર્સે સતત પાંચમી મૅચમાં જીત મેળવીને તેમનો વિજયરથ જાળવી રાખ્યો હતો, જ્યારે એમ્પાયર વૉરિયર્સને આ સીઝનમાં પહેલી વાર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 

મૅચ – ૧૭ઃ વિમલ વિક્ટર્સ (૧૯.૨ ઓવરમાં ૧૩૫ રનમાં ઑલઆઉટ – અભિષેક ફુરિયા ૨૭ બૉલમાં ૫૩, યુગ શાહ ૧૩ બૉલમાં ૧૬ અને કિશોર શાહ ૨૧ બૉલમાં ૧૩ રન, હાર્દિક ગડા ૩, શ્રેય કારિયા, રસિક સત્રા અને કાર્તિક ગડા બે-બે વિકેટ)નો એમ્પાયર વૉરિયર્સ (૧૬.૪ ઓવરમાં ૭૭ રનમાં ઑલઆઉટ – પવન રિટા ૨૬ બૉલમાં ૨૬, જૈનમ ગડા ૨૯ બૉલમાં ૧૯ અને ધર્મેશ છેડા ૨૦ બૉલમાં ૧૧ રન, પ્રિન્સ ગડા ૩, ચિરાગ નિશર બે અને અભિષેક ફુરિયા અને જેન વિસરિયા એક-એક વિકેટ) સામે ૫૮ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : વિમલ વિક્ટર્સનો અભિષેક ફુરિયા (૨૭ બૉલમાં ૫૩ રન અને એક વિકેટ).



મૅચ – ૧૮ : કલ્પલબ્ધિ બુલ્સ (૧૯.૫ ઓવરમાં ૧૦૬ રનમાં ઑલઆઉટ – રિશી ફરિયા ૨૪ બૉલમાં ૩૩, કમલેશ છાડવા ૨૭ બૉલમાં ૩૦ અને કૌશલ નિશર ૧૭ બૉલમાં ૧૦ રન. જૈનિલ ગડા ૪, દીપેશ ગિન્દરા ૩ અને સંજય ચરલા બે વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૪.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૦૭ રન – હર્ષિલ મોતા ૨૯ બૉલમાં ૪૧, દીપક બૌવા ૨૮ બૉલમાં ૨૭ અને રુત્વા શાહ ૧૧ બૉલમાં ૧૭ રન, મેહુલ નંદુ બે વિકેટ)નો ૭ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ સ્કૉર્ચર્સનો જૈનિલ ગડા (૧૬ રનમાં ૪ વિકેટ).


હવે આજે સવારે રંગોલી વાઇકિંગ્સ v/s RSS વૉરિયર્સ તથા બપોરે જૉલી જૅગ્વાર્સ v/s ટૉપ ટેન્સ લાયન્સ વચ્ચે ટક્કર જામશે. 

પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ-રનરેટ

સ્કૉર્ચર્સ

૧૦

૧.૨૫૫

એમ્પાયરવૉરિયર્સ

-૦.૦૧૮

વિમલ વિક્ટર્સ

૦.૮૧૮

જૉલી જૅગ્વાર્સ

૧.૫૧૦

કલ્પલબ્ધિ બુલ્સ

-૧.૩૪૯

રંગોલી વાઇકિંગ્સ

-૦.૭૫૩

RSS વૉરિયર્સ

-૦.૮૧૯

ટૉપ ટેન્સ લાયન્સ

-૦.૯૩૩


 

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK