ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે CSK ROAR 2026 ઇવેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ ખેલાડીઓના રીયુનિયન વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હૉલ ઑફ ફેમની પ્રથાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.
CSKએ હૉલ ઑફ ફેમની પ્રથા શરૂ કરી, સુરેશ રૈના-મૅથ્યુ હેડનને મળી એન્ટ્રી
ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રવિવારે CSK ROAR 2026 ઇવેન્ટનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ ખેલાડીઓના રીયુનિયન વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હૉલ ઑફ ફેમની પ્રથાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. ભારતના સુરેશ રૈના અને ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ હેડન આ સન્માનિત લિસ્ટમાં સામેલ થનારા પહેલા ખેલાડી બન્યા હતા. IPLમાં પહેલી વખત ૨૦૨૩માં બૅન્ગલોરની ટીમે આ પ્રથા શરૂ કરી હતી. એ.બી. ડિવિલિયર્સ, ક્રિસ ગેઇલ અને વિનય કુમાર બૅન્ગલોર ટીમના હૉલ ઑફ ફેમમાં સામેલ છે.
ધોનીના સુપરફૅનને મળી CSKની પહેલી ફૅન-મેમ્બરશિપ
ADVERTISEMENT

તામિલનાડુનો સરવનન હરિ વર્ષોથી ક્રિકેટના મેદાન પર સંપૂર્ણ પીળાં કપડાં પહેરીને એના પર ધોનીનો જર્સી-નંબર ૭ અંકિત કરીને આવે છે. CSK ROAR 2026 ઇવેન્ટ દરમ્યાન ધોનીના આ સુપરફૅનને સ્ટેજ પર બોલાવીને સ્પેશ્યલ ગિફ્ટ આપવામાં આવી હતી. મુંબઈ ઇન્ડિયન્સથી પ્રેરિત થઈને ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પણ આ સીઝનથી ફૅન-મેમ્બરશિપ શરૂ કરી છે. ચેન્નઈની પહેલી ફૅન-મેમ્બરશિપ સરવનન હરિને સ્ટેજ પર બોલાવીને કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના હાથે ગિફ્ટ કરવામાં આવી હતી. મેદાન પર એન્ટ્રી કરતાં પહેલાં આ સુપરફૅન ધોનીને મળીને તેને પગે પણ લાગ્યો હતો.
