પૉન્ડિચેરીના આ કૅપ્ટને ઝારખંડ સામે ૧૦ ઓવરમાં ૧૨૩ રન આપી દીધા
અમન ખાન
સોમવારે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ-સ્ટેજ મૅચમાં ઝારખંડે ૩૬૮ રન ડિફેન્ડ કરીને પૉન્ડિચેરી સામે ૧૩૩ રને જીત મેળવી હતી. આ મૅચમાં પૉન્ડિચેરીના કૅપ્ટન અમન ખાને ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર એક વિકેટ લઈને ૧૨૩ રન આપી દીધા હતા.
એના કારણે ૬ દિવસની અંદર જ લિસ્ટ-A ક્રિકેટનો સૌથી મોંઘો સ્પેલ ફેંકવાનો રેકૉર્ડ તૂટ્યો હતો. ૨૪ ડિસેમ્બરે બિહાર સામે અરુણાચલ પ્રદેશના ફાસ્ટ બોલર મિબોમ મોસુએ ૯ ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૧૧૬ રન આપી દીધા હતા.
ADVERTISEMENT
રસપ્રદ વાત એ છે કે પેસ બોલર અમન ખાને વર્ષ ૨૦૨૧માં મુંબઈ તરફથી લિસ્ટ-A ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને પછીથી પૉન્ડિચેરી ટીમમાં શિફ્ટ થઈ ગયો હતો. ૨૯ વર્ષનો આ પ્લેયર IPLમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સ તરફથી રમીને એક પણ વિકેટ લીધા વગર ૧૨ મૅચમાં ૧૧૫ રન જ કરી શક્યો હતો. IPL 2026ના મિની ઑક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ આ ખેલાડીને ૪૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


