હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઍર ઇન્ડિયાના એક ભૂતપૂર્વ ક્રૂ-મેમ્બરનો સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો જેણે આરોપ લગાવ્યો હતો કે આ ઍરલાઇન્સ ખામીયુક્ત વિમાનનો ઉપયોગ કરે છે.
ડેવિડ વૉર્નર
અમદાવાદમાં ઍર ઇન્ડિયાની વિમાન-દુર્ઘટના બાદ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વૉર્નર સોશ્યલ મીડિયા પર ઍર ઇન્ડિયા કંપની પર ભડક્યો હતો. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઍર ઇન્ડિયાના એક ભૂતપૂર્વ ક્રૂ-મેમ્બરનો સ્ક્રીનશૉટ શૅર કર્યો હતો જેણે આરોપ લગાવ્યો હતો કે આ ઍરલાઇન્સ ખામીયુક્ત વિમાનનો ઉપયોગ કરે છે.
ડેવિડ વૉર્નરને ભૂતકાળમાં ઍર ઇન્ડિયા સાથે કડવો અનુભવ થઈ ચૂક્યો છે જેની તેણે સોશ્યલ મીડિયા પર આ પહેલાં ખૂલીને વાત કરી હતી. ભૂતપૂર્વ ક્રૂ-મેમ્બરના આરોપ વિશેની સ્ટોરી મૂકીને તેણે ઍર ઇન્ડિયાને ટૅગ કરીને લખ્યું કે ‘આ પછી અને તેમની સાથેની મારી છેલ્લી વાતચીત પછી હું ક્યારેય ઍર ઇન્ડિયામાં મુસાફરી નહીં કરીશ.’
ADVERTISEMENT
T20 ફૉર્મેટ ન રમીને મેં છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું બધું ગુમાવ્યું : ઍન્ડરસન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર જેમ્સ ઍન્ડરસને ૪૨ વર્ષની ઉંમરે પણ વધુ T20 ક્રિકેટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઇંગ્લૅન્ડમાં T20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં લૅન્કશર માટે રમતાં તેણે જૂન ૨૦૨૫ની શરૂઆતથી હમણાં સુધી ચાર T20 મૅચ રમીને ૧૦ વિકેટ ઝડપી છે.
આ ચાર મૅચમાં ૬.૮૬ના ઇકૉનૉમી-રેટથી રન આપનાર જેમ્સ ઍન્ડરસન કહે છે કે ‘આ અનુભવ ખૂબ ગમ્યો અને એ અદ્ભુત હતો. મારો અભિપ્રાય આગામી બે અઠવાડિયાંમાં ખૂબ જ ઝડપથી બદલાઈ શકે છે, પરંતુ મને લાગે છે કે મેં છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણું બધું ગુમાવ્યું છે. હું મારી ટેસ્ટ-કરીઅરમાં કંઈ પણ બદલવા માગતો નથી, પરંતુ છેલ્લાં ૧૦ વર્ષમાં થોડી વધુ T20 મૅચ રમ્યો હોત તો સારું થાત. આશા છે કે હું ફિટ રહીશ અને આખા વર્ષ દરમ્યાન રમતો રહીશ.’
ફાધર્સ ડે પર ઝહીર ખાનની પત્નીએ દીકરાનો ચહેરો જાહેર કર્યો
‘ચક દે! ઇન્ડિયા’ની ઍક્ટ્રેસ સાગરિકા ઘાટગેએ ગઈ કાલે ફાધર્સ ડે પર ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન સાથેના તેના પહેલા બાળકનો ચહેરો જાહેર કર્યો. દીકરા ફતેહસિંહ ખાન સાથેનો ક્યુટ ફોટો શૅર કરીને તેણે ઝહીર ખાન માટે ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી. સાગરિકા અને ઝહીરે એપ્રિલમાં દીકરાના જન્મની જાહેરાત કરી હતી.

