Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલ્હીના ગઢમાં ચેન્નઈ સુપર કિંગ્સની હૅટ-ટ્રિક જીત

દિલ્હીના ગઢમાં ચેન્નઈ સુપર કિંગ્સની હૅટ-ટ્રિક જીત

Published : 06 May, 2026 02:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીનો ૧૫૬ રનનો ટાર્ગેટ ચેન્નઈએ સંજુ અને કાર્તિક શર્માની ૧૧૪ રનની ભાગીદારીની મદદથી ૧૫ બૉલ પહેલાં ૮ વિકેટે આંબી લીધો

ચેન્નઈ સુપર કિંગ્સના સંજુ સૅમસન અને કાર્તિક શર્માએ મૅચવિનિંગ ૧૧૪ રનની ભાગીદારી કરી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સના સંજુ સૅમસન અને કાર્તિક શર્માએ મૅચવિનિંગ ૧૧૪ રનની ભાગીદારી કરી હતી.


IPL 2026ની ૪૮મી મૅચમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે ૮ વિકેટે જીત મેળવી હતી. દિલ્હીએ માંડ-માંડ ૨૦ ઓવરમાં ૧૫૫-૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં ચેન્નઈએ સંજુની ૮૭ રનની તોફાની ઇનિંગ્સની મદદથી ૧૭.૩ ઓવરમાં બે વિકેટે ૧૫૯ રન કરીને વિજય મેળવ્યો હતો. સીઝનની પહેલી ટક્કરમાં પણ ચેન્નઈએ દિલ્હી સામે જીત નોંધાવી હતી. વર્તમાન સીઝનમાં દિલ્હીની હોમગ્રાઉન્ડ પર પાંચ મૅચમાંથી લાગલગાટ ચોથી હાર છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં ૨૦૧૯ અને ૨૦૨૩ બાદ ચેન્નઈની હોમ-ટીમ સામે આ સતત ત્રીજી જીત છે. દિલ્હીને આ હરીફ સામે હોમગ્રાઉન્ડ પર છેલ્લે ૨૦૧૮માં જીત મળી હતી. ૧૦-૧૦  મૅચમાં ચેન્નઈની આ પાંચમી જીત છે જ્યારે દિલ્હીને છઠ્ઠી હાર મળી છે. અગાઉની મૅચમાં રાજસ્થાન સામે દિલ્હીએ પોતાનો ૨૨૬ રનનો રેકૉર્ડ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર દિલ્હી માંડમાંડ ૧૫૫ રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરનાર ટ્રિસ્ટન સ્ટબ્સે ૩૧ બૉલમાં ૧ ફોર અને બે સિક્સની મદદથી ૩૮ રન કર્યા હતા. ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે સાતમા ક્રમે રમનાર સમીર રિઝવી ૪ સિક્સની મદદથી ૨૪ બૉલમાં ૪૦ રન કરીને અણનમ રહ્યો હતો. આઠમા ક્રમે રમવા આવેલા આશુતોષ શર્માએ પાંચ બૉલમાં બે સિક્સની મદદથી ૧૪ રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ચેન્નઈનો સ્પિનર નૂર અહમદ ૩ ઓવરમાં બાવીસ રન આપીને બે વિકેટ લઈને સૌથી સફળ રહ્યો હતો. અકીલ હુસેન, ગુર્જરપ્રીત સિંહ, જેમી ઓવરટન અને મુકેશ ચૌધરીને ૧-૧  સફળતા મળી હતી. સીઝનમાં રેકૉર્ડ ૧૭ વિકેટ લેનાર ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ ૪ ઓવરમાં ૪૯ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. રન ચેઝ દરમ્યાન ચેન્નઈ માટે ઓપનર સંજુ સૅમસને બાવન બૉલમાં સાત ફોર અને ૬ સિક્સ ફટકારીને ૮૭ રન કર્યા હતા. કાર્તિક શાર્માએ ૩૧ બૉલમાં અણનમ ૪૧ રન કર્યા હતા. બન્ને વચ્ચે ૧૧૪ રનની ભાગીદારી થઈ હતી. ત્રીજા ક્રમે રમીને ઊર્વિલ પટેલે ૯ બૉલમાં ૧૭ રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે લુન્ગી ઍન્ગિડી અને અક્ષર પટેલ ૧-૧ વિકેટ લઈ શક્યા હતા.

IPLમાં ૧૫ વર્ષ બાદ દિલ્હી સાથે એના જ હોમગ્રાઉન્ડ પર બની આ ઘટના



IPLના ઇતિહાસમાં બીજી વખત એવું બન્યું કે કોઈ પણ ટીમના ટૉપ-ફોર પ્લેયર્સે ડબલ ડિજિટમાં સ્કોર કર્યો પણ કોઈ પણ ૨૦ રન સુધી પહોંચી શક્યા નથી. ગઈ કાલે દિલ્હીનો નિસાન્કા ૧૫ બૉલમાં ૧૯ રન, રાહુલ ૧૩ બૉલમાં ૧૨ રન, નીતીશ રાણા ૧૩ બૉલમાં ૧૫ રન અને કરુણ નાયર ૧૩ બૉલમાં ૧૩ રન કરીને આઉટ થયા હતા. ૨૦૧૧માં પહેલી વખત આ ઘટના દિલ્હી સાથે અરુણ જેટલી સ્ટેડિયમમાં બની હતી. કોચી ટસ્કર્સ કેરલા સામે દિલ્હીના ટૉપ-ફોર બૅટર્સ ડેવિડ વોર્નરે ૧૩ રન, વીરેન્દર સેહવાગે ૧૫ રન, નમન ઓઝાએ ૧૩ રન અને યોગેશ નાગરે ૧૮ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK