એ ઊછળેલો બૉલ ડિએન્ડ્રા ડૉટિનના બૅટ પર પડીને ફરી ઊછળ્યો ત્યારે બૅટરે એ બૉલને હાથમાં પકડી લીધો હતો. આ ઘટના પર શ્રીલંકાને ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ હેઠળ વિકેટ મળી હતી.
ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડને કારણે આઉટ થનાર વેસ્ટ ઇન્ડીઝની પહેલી ક્રિકેટર બની ડિએન્ડ્રા ડૉટિન
૩૪ વર્ષની ઑલરાઉન્ડર ડિએન્ડ્રા ડૉટિન ફીલ્ડિંગમાં અવરોધ ઊભો કરીને આઉટ થનાર વેસ્ટ ઇન્ડીઝની પહેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટર બની છે. આ ઘટના વેસ્ટ ઇન્ડીઝ-શ્રીલંકા વચ્ચેની બીજી વિમેન્સ વન-ડે મૅચમાં બની હતી. ત્રીસમી ઓવરમાં એક વાઇડ બૉલ વિકેટકીપરના પૅડ પર વાગીને ઊછળ્યો હતો. એ ઊછળેલો બૉલ ડિએન્ડ્રા ડૉટિનના બૅટ પર પડીને ફરી ઊછળ્યો ત્યારે બૅટરે એ બૉલને હાથમાં પકડી લીધો હતો. આ ઘટના પર શ્રીલંકાને ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ હેઠળ વિકેટ મળી હતી.
