Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીમાં કચ્છી ડૉક્ટરનો આત્મહત્યાનો પ્રયાસ

ડોમ્બિવલીમાં કચ્છી ડૉક્ટરનો આત્મહત્યાનો પ્રયાસ

Published : 25 February, 2026 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઊંઘની ૪૫ ગોળી ખાઈને ૧૦ બિઅર પી ગયા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ડોમ્બિવલી-ઈસ્ટમાં એક જાણીતા ડૉક્ટર દંપતી સંચાલિત પ્રાઇવેટ હૉસ્પિટલ સાથે સંકળાયેલી ઘટનાએ થાણેમાં ચકચાર મચાવી છે. હૉસ્પિટલના કચ્છી પુરુષ ડૉક્ટરે સોમવારે રાતે ઊંઘવા માટેની ૪૫ ગોળીઓ ખાધી અને એ પછી ૧૦ બિઅર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વિષ્ણુનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હૉસ્પિટલમાં કાર્યરત પરણેલી નર્સ સાથે ડૉક્ટરને સંબંધ હતો એને લીધે ડૉક્ટર દંપતી વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. વધતા ઘરેલુ તનાવને પગલે ડૉક્ટરે ડોમ્બિવલી-વેસ્ટમાં અલગ રહેવાનું શરૂ કર્યું હતું. એ દરમ્યાન નર્સે લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ ડૉક્ટરે લગ્નનો ઇનકાર કરતાં તેણે વાતચીત બંધ કરી દીધી હતી. એનાથી તાણ વધતાં ડૉક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રામચંદ્ર ચોપડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સવારે ડૉક્ટર હૉસ્પિટલમાં સમયસર ન પહોંચતાં સ્ટાફે ફોન પર તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. એ પછી પરિસ્થિતિ ગંભીર લાગતાં એક કર્મચારી તેમના ડોમ્બિવલી-વેસ્ટમાં આવેલા ઘરે પહોંચ્યો ત્યારે ડૉક્ટરને બેભાન હાલતમાં જોઈને તાત્કાલિક હૉસ્પિટલને જાણ કરી. એ પછી સ્ટાફે ડૉક્ટરને તરત હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ કર્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર છે. આની પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK