વિકી અને કૅટરિનાના દીકરાનું નામ સોશ્યલ મીડિયામાં બહુ ચર્ચાયું હતું, કારણ કે એ વિકીની ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં તેના પાત્ર મેજર વિહાનની યાદ તાજી કરાવતું હતું.
કૅટરિના કૈફ અને વિકી કૌશલ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ હાલમાં પોતાની પેરન્ટહુડની જર્નીનો આનંદ માણી રહ્યાં છે. ગયા વર્ષે ૭ નવેમ્બરે તેમના દીકરા વિહાન કૌશલનો જન્મ થયો હતો. વિકી અને કૅટરિનાના દીકરાનું નામ સોશ્યલ મીડિયામાં બહુ ચર્ચાયું હતું, કારણ કે એ વિકીની ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં તેના પાત્ર મેજર વિહાનની યાદ તાજી કરાવતું હતું. હવે વિહાન લગભગ ૩ મહિનાનો થયો છે ત્યારે એક ઇન્ટરવ્યુમાં વિકીએ તેનો પપ્પા બનવાનો અનુભવ શૅર કર્યો છે. પોતાની લાગણી જણાવતાં વિકીએ કહ્યું હતું કે ‘હાલમાં તે માત્ર ૩ મહિનાનો છે. આ સમયમાં પિતાએ ખાસ કંઈ કરવાનું હોતું નથી. હું તો ફક્ત એક ચિયરલીડર બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તેના મોટા થવાની રાહ જોઈ રહ્યો છું જેથી વધુ યોગદાન આપી શકું. હાલમાં તો વિહાનની મમ્મી સુપરહીરો બની રહી છે. કૅટરિના ગર્ભાવસ્થા દરમ્યાન એક વૉરિયર હતી અને માતા તરીકે પણ તે વૉરિયર છે. મને તેના પર ખૂબ ગર્વ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું.’
