ઉત્તર પ્રદેશની ૨૭ વર્ષની ઑલરાઉન્ડર દીપ્તિ શર્માને તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC રૅન્કિંગમાં ફાયદો થયો છે. આ ભારતીય ઑફ-સ્પિનર વન-ડે વિમેન્સ બોલર્સના લિસ્ટમાં બે સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી છે
દીપ્તિ શર્મા
ઉત્તર પ્રદેશની ૨૭ વર્ષની ઑલરાઉન્ડર દીપ્તિ શર્માને તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC રૅન્કિંગમાં ફાયદો થયો છે. આ ભારતીય ઑફ-સ્પિનર વન-ડે વિમેન્સ બોલર્સના લિસ્ટમાં બે સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી છે જે તેના કરીઅરનું બેસ્ટ ICC રૅન્કિંગ છે. વન-ડે ઑલરાઉન્ડર્સમાં તે એક સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચી છે, જ્યારે વન-ડે બૅટર્સમાં એક સ્થાનના નુકસાન સાથે તે વીસમા ક્રમે છે. T20 બોલર્સ અને ઑલરાઉન્ડરના લિસ્ટમાં તે અનુક્રમે ત્રીજું અને ચોથું રૅન્કિંગ ધરાવે છે.