૨૪ ડિસેમ્બરથી આવતા વર્ષની ૧૮ જાન્યુઆરી વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની છે. આ ટુર્નામેન્ટની કેટલીક મૅચ રમીને બન્ને પ્લેયર્સ ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની ૧૧થી ૧૮ જાન્યુઆરીની ૩ વન-ડે મૅચની સિરીઝની તૈયારી કરી શકશે.
વિરાટ કોહલ અને રિષભ પંત
૫૦-૫૦ ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી માટે દિલ્હી સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી છે. ૨૪ સભ્યોની સ્ક્વૉડ સાથે દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)એ સ્ટાર બૅટર વિરાટ કોહલી બાદ વિકેટકીપર-બૅટર રિષભ પંતની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. બન્ને પ્લેયર ટીમ માટે કેટલીક મૅચ સાથે રમતા જોવા મળી શકે છે.
૩૭ વર્ષનો વિરાટ કોહલી દિલ્હી માટે છેલ્લે ૨૦૧૩માં એનકેપી સાળવે ચૅલેન્જર ટ્રોફી રમ્યો હતો. તે વિજય હઝારે ટ્રોફીમાં છેલ્લે ૨૦૦૯-’૧૦માં રમ્યો હતો ત્યારે તે ટીમનો કૅપ્ટન હતો. ૨૮ વર્ષનો રિષભ પંત છેલ્લે ૨૦૧૮માં દિલ્હી માટે આ ફૉર્મેટમાં રમ્યો હતો.
૨૪ ડિસેમ્બરથી આવતા વર્ષની ૧૮ જાન્યુઆરી વચ્ચે આ ટુર્નામેન્ટ રમાવાની છે. આ ટુર્નામેન્ટની કેટલીક મૅચ રમીને બન્ને પ્લેયર્સ ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની ૧૧થી ૧૮ જાન્યુઆરીની ૩ વન-ડે મૅચની સિરીઝની તૈયારી કરી શકશે.
વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીનું શેડ્યુલ
ADVERTISEMENT
દિલ્હીની ટીમ વિજય હઝારે ટ્રોફીમાં લીગ-સ્ટેજની તમામ મૅચ આંધ્ર પ્રદેશના અલુર અને કર્ણાટકના બૅન્ગલોરમાં રમશે. ૨૪ ડિસેમ્બરે આંધ્ર પ્રદેશ, ૨૬ ડિસેમ્બરે ગુજરાત, ૨૯ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ૩૧ ડિસેમ્બરે ઓડિશા, ૩ જાન્યુઆરીએ સર્વિસિસ, ૬ જાન્યુઆરીએ રેલવે અને ૮ જાન્યુઆરીએ હરિયાણા સામે દિલ્હીની ટક્કર થશે.