Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડના યંગ બૅટ્સમૅન બેવોન જેકબ્સે તોફાની ૨૦૨ રન ફટકાર્યા છતાં ટીમને હાર મળી

ન્યુ ઝીલૅન્ડના યંગ બૅટ્સમૅન બેવોન જેકબ્સે તોફાની ૨૦૨ રન ફટકાર્યા છતાં ટીમને હાર મળી

Published : 13 November, 2026 08:35 AM | Modified : 13 November, 2026 09:24 AM | IST | Auckland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધધધ ૨૧ સિક્સ ફટકારીને પણ વર્લ્ડ રેકૉર્ડ ન તોડી શક્યો: ભારત સામેની T20 સિરીઝમાં ૧૩૬ રન ફટકારનાર ૨૪ વર્ષના બેવોન જેકબ્સે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ધ ફોર્ડ ટ્રોફીમાં તોફાની ઇનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બેવોન જેકબ્સ

બેવોન જેકબ્સ


ભારત સામેની T20 સિરીઝમાં ૧૩૬ રન ફટકારનાર ૨૪ વર્ષના બેવોન જેકબ્સે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ધ ફોર્ડ ટ્રોફીમાં તોફાની ઇનિંગ્સ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ગઈ કાલે ઓટાગો સામેની મૅચમાં ઑકલૅન્ડ માટે ૧૪૭.૪૪ના સ્ટ્રાઇક-રેટથી ૧૩૭ બૉલમાં ૭ ફોર અને ૨૧ સિક્સ ફટકારીને શાનદાર ૨૦૨ રનની અણનમ ઇનિંગ્સ તણે રમી હતી. 

ઑકલૅન્ડની ટીમે આ શાનદાર ઇનિંગ્સની મદદથી ૫૦ ઓવરમાં ૩૩૪-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઓટાગોની ટીમે ૩ ફિફ્ટી પ્લસની ઇનિંગ્સના આધારે ૪૯.૨ ઓવરમાં ૩૩૮-૫નો સ્કોર કરીને પાંચ વિકેટે મૅચ જીતી લીધી હતી.



બેવોન જેકબ્સે પોતાની લિસ્ટ Aની ૩૩મી મૅચમાં પહેલી વખત ડબલ સેન્ચુરી ફટકારી હતી. બેવોન જેકબ્સ આ ફૉર્મેટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો વર્લ્ડ રેકૉર્ડ તોડતાં થોડા માટે રહી ગયો હતો. ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયાના ડાર્સી શૉર્ટે ક્વીન્સલૅન્ડ તરફથી રમીને વેસ્ટ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે રેકૉર્ડ ૨૩ સિક્સની મદદથી ૧૪૮ બૉલમાં ૨૫૭ રન ફટકાર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 09:24 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK