RCB યંગ બૅટર દેવદત્ત પડિક્કલની પર્સનલ લાઇફ વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ મળ્યા છે. કેરલમમાં જન્મેલો અને કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો પચીસ વર્ષનો દેવદત્ત પડિક્કલ પંજાબની કૅટરિના કૈફ તરીકે જાણીતી ઍક્ટ્રેસ શહનાઝ ગિલને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.
દેવદત્ત પડિક્કલ અને શહનાઝ ગિલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના યંગ બૅટર દેવદત્ત પડિક્કલની પર્સનલ લાઇફ વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ મળ્યા છે. કેરલમમાં જન્મેલો અને કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતો પચીસ વર્ષનો દેવદત્ત પડિક્કલ પંજાબની કૅટરિના કૈફ તરીકે જાણીતી ઍક્ટ્રેસ શહનાઝ ગિલને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે.
IPL 2026માં ૩૨ વર્ષની શહનાઝ ગિલ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સપોર્ટમાં સોશ્યલ મીડિયા પોસ્ટ શૅર કરી રહી છે. હાલમાં બૅન્ગલોર અને કલકત્તાની રાયપુરવાળી મૅચમાં શહનાઝ ગિલ સ્ટેડિયમના સ્ટૅન્ડમાં બેસેલી જોવા મળી હતી. બૅન્ગલોરની ટીમની જર્સી પહેરીને તેણે પોતાના ઘણા ફોટો અને વિડિયો શૅર કર્યા છે.
