દિનેશ કાર્તિકે કર્યો કિંગ કોહલી વિશે રસપ્રદ ખુલાસો...
ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. તે કહે છે કે ‘વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપ 2027માં રમવા માટે ઉત્સુક છે એ સૌથી મોટી વાત છે. લંડનમાં તે તેના જીવનના આ લાંબા બ્રેક દરમ્યાન તાલીમ લઈ રહ્યો છે. મને એ પણ ખબર છે કે તે અઠવાડિયામાં બે-ત્રણ પ્રૅક્ટિસ-સેશન સાથે સરળતાથી ક્રિકેટનો અભ્યાસ કરી રહ્યો છે.’
રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુનો મેન્ટર અને બૅટિંગકોચ દિનેશ કાર્તિક આગળ કહે છે કે ‘હવે આ બતાવે છે કે તે આ વર્લ્ડ કપમાં રમવા માટે ગંભીર છે. મને નથી લાગતું કે તે કોઈ પ્રેશરમાં છે, કારણ કે તે જાણે છે કે પ્રેશરમાં સારું પ્રદર્શન કેવી રીતે કરવું અને તેણે વારંવાર એ કર્યું છે. મને વિશ્વાસ છે કે તે ફરીથી એ કરશે.’
ઑસ્ટ્રેલિયામાં આયોજિત વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી પાસેથી ક્રિકેટ-ફૅન્સને જબરદસ્ત પ્રદર્શનની આશા છે.


