Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઈસ્ટ ઝોનના ૭૦૮ રન સામે ૧૭૪ રનના સ્કોરે સાઉથ ઝોનની અડધી ટીમ તંબુભેગી

દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઈસ્ટ ઝોનના ૭૦૮ રન સામે ૧૭૪ રનના સ્કોરે સાઉથ ઝોનની અડધી ટીમ તંબુભેગી

Published : 09 September, 2026 08:58 AM | IST | chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવદત્ત પડિક્કલ, તિલક વર્માએ ફિફટી ફટકારીને સ્થિતિ સંભાળી, ઈસ્ટ ઝોન માટે મોહમ્મદ શમી અને મુકેશ કુમારે બે-બે વિકેટ લીધી

દેવદત્ત પડિક્કલે ૧૦૪ બૉલમાં ૪ ફોરની મદદથી ૬૨ રન કર્યા.

દેવદત્ત પડિક્કલે ૧૦૪ બૉલમાં ૪ ફોરની મદદથી ૬૨ રન કર્યા.


ચેન્નઈમાં રમાતી દુલીપ ટ્રોફી ફાઇનલના ત્રીજા દિવસે પણ ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીની ઈસ્ટ ઝોન ટીમનો દબદબો જોવા મળ્યો. ઈસ્ટ ઝોનના પહેલી ઇનિંગ્સના ૭૦૮ રનના સ્કોર સામે સાઉથ ઝોને ૫૩.૪ ઓવરમાં ૧૭૪ રને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્માની ટીમે ત્રીજા દિવસના અંતે ૮૦ ઓવરમાં ૨૪૨/૬નો સ્કોર કર્યો હતો. સાઉથ ઝોન હજી ૪૬૬ રન પાછળ છે.  
બે દિવસ સતત ફીલ્ડિંગ અને બોલિંગ કર્યા પછી સાઉથ ઝોનની ટીમ ત્રીજા દિવસે પહેલી ઇનિંગ્સની શરૂઆત કરવા આવી હતી. ઓપનર્સની ખરાબ શરૂઆત પછી ત્રીજા ક્રમે રમી રહેલા દેવદત્ત પડિક્કલે ૧૦૪ બૉલમાં ૪ ફોરની મદદથી ૬૨ રન કરીને સ્થિતિ સંભાળી હતી. 
પાંચમા ક્રમે રમી રહેલા સાઉથ ઝોનના કૅપ્ટન તિલક વર્માએ ૧૩૩ બૉલમાં પાંચ ફોરની મદદથી ૫૬ રન કરીને પડકાર આપવાની આશા જાળવી રાખી હતી. ઈસ્ટ ઝોન માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ૧૧ ઓવરમાં ૧૭ રન અને મુકેશ કુમારે ૧૨ ઓવરમાં ૩૬ રન આપીને ૨-૨ વિકેટ લીધી હતી. સ્પિનર્સ મોહમ્મદ કુરેશી અને શિખર મોહનને ૧-૧ સફળતા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 08:58 AM IST | chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK