Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ ઇન્જરીને કારણે IPL-ડેબ્યુ ન કરી શક્યો

ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ ઇન્જરીને કારણે IPL-ડેબ્યુ ન કરી શક્યો

Published : 15 April, 2026 05:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડનો ૩૦ વર્ષનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ અજાણી ઇન્જરીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માંથી બહાર થયો છે. ઇંગ્લૅન્ડ માટે ૧૪  ટેસ્ટ-મૅચ, ૩૦  વન-ડે અને ૧૪ T20 મૅચ રમનાર આ ખેલાડી IPL-ડેબ્યુ કરી શક્યો નથી.

ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ ઇન્જરીને કારણે IPL-ડેબ્યુ ન કરી શક્યો

ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ ઇન્જરીને કારણે IPL-ડેબ્યુ ન કરી શક્યો


ઇંગ્લૅન્ડનો ૩૦ વર્ષનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર બ્રાઇડન કાર્સ અજાણી ઇન્જરીને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માંથી બહાર થયો છે. ઇંગ્લૅન્ડ માટે ૧૪  ટેસ્ટ-મૅચ, ૩૦  વન-ડે અને ૧૪ T20 મૅચ રમનાર આ ખેલાડી IPL-ડેબ્યુ કરી શક્યો નથી. ૨૦૨૫ની સીઝનમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને એક કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ઇન્જરીને કારણે તેનું IPL-ડેબ્યુ લંબાઈ રહ્યું છે.

તેના સ્થાને શ્રીલંકાના ડાબોડી ફાસ્ટ બોલર દિલશાન મદુશન્કાને ૭૫ લાખ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદમાં રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. તેણે શ્રીલંકા માટે ૧ ટેસ્ટ-મૅચ, ૨૮ વન-ડે મૅચ અને ૧૯ T20 મૅચમાં ટોટલ ૭૦ વિકેટ લીધી છે. પચીસ વર્ષનો આ બોલર IPL-ડેબ્યુ કરવા આતુર હશે. તે ૨૦૨૪માં ૪.૬૦ કરોડ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થયો હતો, પણ તેને રમવાની તક નહોતી મળી.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK