Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત ૩૫૦ રન કરીને કાંગારૂઓ સામે ૧૩૫ રને જીત્યું ઇંગ્લૅન્ડ

ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત ૩૫૦ રન કરીને કાંગારૂઓ સામે ૧૩૫ રને જીત્યું ઇંગ્લૅન્ડ

Published : 16 November, 2026 03:09 PM | IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડીલેડમાં આયોજિત બીજી વન-ડે મૅચમાં ૧૩૫ રનની જીત સાથે ઇંગ્લૅન્ડે યજમાન ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની સિરીઝ ૧-૧થી લેવલ કરી છે

ઇંગ્લૅન્ડના ટૉમ બૅન્ટન અને જો રૂટ વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૬ રનની ભાગીદારી થઈ હતી.

ઇંગ્લૅન્ડના ટૉમ બૅન્ટન અને જો રૂટ વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૬ રનની ભાગીદારી થઈ હતી.


ઍડીલેડમાં આયોજિત બીજી વન-ડે મૅચમાં ૧૩૫ રનની જીત સાથે ઇંગ્લૅન્ડે યજમાન ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડેની સિરીઝ ૧-૧થી લેવલ કરી છે. ઓપનર ટૉમ બૅન્ટનની સદીની મદદથી અંગ્રેજ ટીમે ૩૫૫-૬નો સ્કોર કર્યો હતો. ઑસ્ટ્રેલિયા ૪૪.૩ ઓવરમાં ૨૨૦ રને ઑલઆઉટ થયું હતું. ઑસ્ટ્રેલિયામાં અગાઉ ઇંગ્લૅન્ડનો હાઇએસ્ટ વન-ડે સ્કોર ૨૦૧૪માં ૩૧૬-૮નો હતો. 

ઓપનર ટૉમ બૅન્ટને ૯૯ બૉલમાં ૧૨ ફોર, ૪ સિક્સની મદદથી ૧૨૧ રન કર્યા હતા. જો રૂટે ૬૮ બૉલમાં ૬૨ રન અને જૉર્ડન કૉક્સે ૪૯ બૉલમાં ૬૭ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને ૩ વિકેટ મળી હતી.



૭ ઓવરમાં ૨૯ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા પછી ઑસ્ટ્રેલિયાએ મૅટ રેનશૉના ૭૪ બૉલમાં ૬૩ રન અને કૅમરન ગ્રીનના ૮૨ બૉલમાં ૬૪ રનની મદદથી માંડ-માંડ ૨૦૦ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના ૮ બોલિંગ વિકલ્પોમાંથી ફાસ્ટ બોલર ગસ ઍટકિન્સને ૨૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 03:09 PM IST | England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK