Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું બીમાર હતો ત્યારે IPLમાં રમાડવા એક ટીમ-માલિકે સ્પેશ્યલ પ્રાઇવેટ જેટની ઑફર કરી હતી : માર્ક વુડ

હું બીમાર હતો ત્યારે IPLમાં રમાડવા એક ટીમ-માલિકે સ્પેશ્યલ પ્રાઇવેટ જેટની ઑફર કરી હતી : માર્ક વુડ

Published : 05 May, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૬ વર્ષના માર્ક વુડે ૨૦૧૮માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક મૅચ રમી હતી પણ વિકેટલેસ રહ્યો હતો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેના સમયનો એક રમૂજી અને અનોખો કિસ્સો શૅર કરીને ક્રિકેટજગતમાં ખલબલી મચાવી છે. ૩૬ વર્ષના માર્ક વુડે ૨૦૧૮માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે એક મૅચ રમી હતી પણ વિકેટલેસ રહ્યો હતો. ૨૦૨૩માં તે લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમ્યો હતો અને ૧૧ વિકેટ ઝડપી હતી.

એક પૉડકાસ્ટ પર કોઈ પણ IPL ટીમનું નામ લીધા વગર માર્ક વુડે કહ્યું કે ‘એક સીઝનમાં થોડી મૅચ રમ્યા પછી મારી તબિયત સારી નહોતી અને આગામી મૅચ લગભગ ત્રણ દિવસ દૂર હતી. દર અડધા કલાકે ડૉક્ટર મારા રૂમમાં આવતા અને મારી તપાસ કરતા. મને યાદ છે કે એક દિવસ માલિકે મને ફોન કરીને મારા હાલચાલ પૂછ્યા તથા રમીશ કે નહીં અને બીજા ડૉક્ટરની વ્યવસ્થા કરી આપું એવી વાતચીત કરી હતી. બીજા જ દિવસે માલિકે ફરીથી ફોન કર્યો. મારી તબિયત સારી ન હોવાનું જાણીને માલિકે કહ્યું કે હું તારા ટ્રાવેલિંગ માટે એક પ્રાઇવેટ જેટ મોકલીશ, તું એમાં બેસીને મૅચ રમવા આવજે; પછી હું એ જ પ્રાઇવેટ જેટથી તને તારી પથારી પર પાછો મોકલી દઈશ. હું આ વિચિત્ર ઑફરથી ચોંકી ગયો. એક વખત ઘરે મારા પપ્પાની સલાહ પણ માગી પણ અંતે ખરાબ તબિયતને કારણે રમવાનો ઇનકાર કરવાનો નિર્ણય લીધો.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK