૬ દ્વિપક્ષીય T20 સિરીઝમાંથી એક ડ્રૉ સિરીઝ બાદ ભારતે લાગલગાટ પાંચ સિરીઝ જીતી છે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો વૈભવ સૂર્યવંશી હળવા મૂડમાં ઈશાન કિશન સાથે (ડાબે). વૈભવ કાલે બૅટિંગમાં સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. આયરલૅન્ડ સામે ડેબ્યુ ન કરી શકનાર વૈભવને આજે તક મળશે કે નહીં એના પર સૌની નજર રહેશે.
આયરલૅન્ડ સામે મળેલી કારમી T20 સિરીઝ હારના બે દિવસ બાદ આજે શ્રેયસ ઐયર ઇંગ્લૅન્ડના જબરદસ્ત પડકારનો સામનો કરશે. આજે એક જુલાઈથી ૧૧ જુલાઈ વચ્ચે ઇંગ્લૅન્ડનાં પાંચ સ્થળોએ બન્ને ટીમો વચ્ચે T20નો રોમાંચક જંગ જામશે. ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યુની તક મળશે કે નહીં એના પર પણ સૌની નજર રહેશે.
૨૦૦૭થી ૨૦૨૬ વચ્ચે ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચે ૩૦ T20 મૅચ રમાઈ છે. એમાંથી ભારત ૧૮ મૅચ અને ઇંગ્લૅન્ડ ૧૨ મૅચ જીત્યું છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી T20 મૅચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સેમી-ફાઇનલરૂપે રમાઈ હતી. ૪૯૯ રનવાળી આ રેકૉર્ડ-બ્રેક મૅચમાં ભારતે ૭ રને જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
બન્ને ટીમ વચ્ચે ૬ દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ છે. ૨૦૧૩ની પહેલી સિરીઝ ડ્રૉ રહી હતી. ૨૦૧૪થી ૨૦૨૫ વચ્ચેની પાંચેય સિરીઝમાં ભારતે બાજી મારી હતી. ૨૦૨૫માં ભારતમાં યોજાયેલી છેલ્લી પાંચ મૅચની સિરીઝમાં ભારતે ૪-૧થી જીત નોંધાવી હતી. ભારત ઇંગ્લૅન્ડમાં ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૨૨માં T20 સિરીઝ રમ્યું છે. જેમાં પહેલી ડ્રૉ સિરીઝ બાદ બન્ને સિરીઝમાં ૨-૧થી જીત મળી હતી.
|
પાંચ T20 મૅચની સિરીઝનું ભારતીય સમય અનુસાર શેડ્યુલ |
|
|
પહેલી મૅચ |
૧ જુલાઈ, રાતે ૧૦ વાગ્યે |
|
બીજી મૅચ |
૪ જુલાઈ, સાંજે ૭ વાગ્યે |
|
ત્રીજી મૅચ |
૭ જુલાઈ રાતે, ૧૦ વાગ્યે |
|
ચોથી મૅચ |
૯ જુલાઈ, રાતે ૧૦ વાગ્યે |
|
પાંચમી મૅચ |
૧૧ જુલાઈ, રાતે ૭ વાગ્યે |
