પહેલી સીઝનમાં ઍન્રિક નૉર્ખિયા, માઇકલ બ્રેસવેલ, મિચલ સૅન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ અને ક્રેગ યંગ એમ પાંચ બોલરોએ એક મૅચમાં પાંચ વિકેટ લીધી હતી
પ્રતીકાત્મક તસવીર
ઍક્ટર અભિષેક બચ્ચનની માલિકીવાળી યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)ની પહેલી જ સીઝનમાં મોટો રેકૉર્ડ તૂટ્યો છે. પુરુષોની ફ્રૅન્ચાઇઝી T20 લીગની કોઈ એક સીઝનમાં સૌથી વધુ વખત પાંચ વિકેટ ઝડપવાનો રેકૉર્ડ આ લીગમાં થયો છે.
યુરોપિયન T20 પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં ઍન્રિક નૉર્ખિયા, માઇકલ બ્રેસવેલ, મિચલ સૅન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ અને ક્રેગ યંગ એમ પાંચ બોલરોએ એક મૅચમાં પાંચ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૨૦૧૧, ૨૦૨૨, ૨૦૨૩ સીઝનમાં અને બંગલાદેશ પ્રીમિયર લીગની ૨૦૧૭, ૨૦૧૯-’૨૦ સીઝન અને બિગ બૅશ લીગની ૨૦૨૦-’૨૧, ૨૦૨૧-’૨૨ સીઝનમાં ચાર-ચાર વખત પાંચ વિકેટ જોવા મળી હતી.
