ઓપનિંગ મૅચમાં સીએટલ ઓર્કાસ ટીમ સામે ટેક્સસ સુપર કિંગ્સે ૬ વિકેટે જીત નોંધાવી છે. ઓપનર ટિમ સાઇફર્ટના ૬૬ બૉલમાં ૧૦૪ રનની મદદથી સીએટલ ઓર્કાસે ૨૨૦/૨નો સ્કોર કર્યો હતો.
૧૧૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો ફાફ ડુ પ્લેસી.
અમેરિકામાં આયોજિત મેજર લીગ ક્રિકેટની ચોથી સીઝનનો શાનદાર પ્રારંભ થયો છે. ઓપનિંગ મૅચમાં સીએટલ ઓર્કાસ ટીમ સામે ટેક્સસ સુપર કિંગ્સે ૬ વિકેટે જીત નોંધાવી છે. ઓપનર ટિમ સાઇફર્ટના ૬૬ બૉલમાં ૧૦૪ રનની મદદથી સીએટલ ઓર્કાસે ૨૨૦/૨નો સ્કોર કર્યો હતો. જવાબમાં કૅપ્ટન ફાફ ડુ પ્લેસીની સદીને આધારે ટેક્સસ સુપર કિંગ્સે ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટે ૨૨૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
રન-ચેઝ દરમ્યાન ઓપનર ફાફ ડુ પ્લેસીએ ૨૧૭.૩૧ના સ્ટ્રાઈક-રેટથી બૅટિંગ કરીને મૅચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે બાવન બૉલમાં ૯ ફોર અને ૭ સિક્સના આધારે ૧૧૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેણે ૪૫ બૉલની અંદર ૧૦૦ રન પૂરા કર્યા હતા.
T20 મૅચમાં ૪૧ વર્ષ ૩૪૦ દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારનાર ફાફ ડુ પ્લેસી ઓલ્ડેસ્ટ બૅટર બન્યો છે. તેણે ઇંગ્લૅન્ડના પૉલ કૉલિંગવુડનો ૪૧ વર્ષ ૬૫ દિવસનો રેકૉર્ડ તોડ્યો હતો. ૪૦ વર્ષની ઉંમર પછી ફાફ ડુ પ્લેસી સૌથી વધુ ત્રણ T20 સદી ફટકારનાર બૅટર પણ બન્યો હતો.
