ઍક્ટ્રેસ ખુશી મુખરજીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભૂતકાળમાં સૂર્યકુમાર મને વારંવાર મેસેજ કરતો હતો. ફૈઝાન અન્સારીએ ખુશી મુખરજીને ઓછામાં ઓછી ૭ વર્ષની જેલની સજા ફટકારવાની માગણી પણ કરી છે.
સૂર્યકુમાર યાદવના ચાહકે ખુશી મુખરજી સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો
ટીમ ઇન્ડિયાના T20ના કૅપ્ટન સૂર્યકુમાર યાદવના એક ચાહકે એક કેસ દાખલ કરીને આખા ક્રિકેટજગતનું ધ્યાન ખેંચ્યું છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો ફૈઝાન અન્સારી ભારતના T20 કૅપ્ટનનો મોટો ફૅન છે. તેણે ઍક્ટ્રેસ અને મૉડલ ખુશી મુખરજી સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. ફેમસ થવાના ચક્કરમાં આપેલા નિવેદનથી ખુશી મુખરજી હવે મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ઍક્ટ્રેસ ખુશી મુખરજીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભૂતકાળમાં સૂર્યકુમાર મને વારંવાર મેસેજ કરતો હતો. ફૈઝાન અન્સારીએ ખુશી મુખરજીને ઓછામાં ઓછી ૭ વર્ષની જેલની સજા ફટકારવાની માગણી પણ કરી છે. ખુશી મુખરજીએ પછીથી કહ્યું હતું કે સૂર્યકુમાર યાદવ સાથે મારો ક્યારેય પ્રેમસંબંધ નહોતો.


