Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટની દીકરી વામિકાનો ફોટો ક્લિક કરતા ફોટોગ્રાફર્સ પર ભડક્યા ફૅન્સ

વિરાટની દીકરી વામિકાનો ફોટો ક્લિક કરતા ફોટોગ્રાફર્સ પર ભડક્યા ફૅન્સ

04 June, 2021 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍરપોર્ટ પર ખેલાડીઓ અને તેમની ફૅમિલીના ફોટો માટે મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ પહોંચી ગયા હતા. ફોટોગ્રાફરો કૅપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકાના ફોટો માટે ખૂબ ટ્રાઇ કરતા જોવા મળ્યા હતા.

વિરૂષ્કા

વિરૂષ્કા


ભારતીય ટીમ બુધવારે ઇંગ્લૅન્ડ ટૂર માટે મુંબઈથી રવાના થઈ હતી. સાડાત્રણ મહિનાના લાંબી ટૂર હોવાથી આ વખતે ફૅમિલીને પણ સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી હતી. ઍરપોર્ટ પર ખેલાડીઓ અને તેમની ફૅમિલીના ફોટો માટે મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ પહોંચી ગયા હતા. ફોટોગ્રાફરો કૅપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પુત્રી વામિકાના ફોટો માટે ખૂબ ટ્રાઇ કરતા જોવા મળ્યા હતા. જોકે પુત્રીને લાઇમલાઇટથી દૂર રાખવા માગતી અનુષ્કાએ વામિકાનો ચહેરો ઢાંકી દીધો હતો. વિરાટ અને અનુષ્કાની વારંવારની વિનંતી છતાં ફોટોગ્રાફર ફોટો માટે એક પણ તક છોડતા નહોતા. સોશ્યલ મીડિયામાં વિરાટ અને અનુષ્કા સાથે મોઢું ઢાંકેલી વામિકાનો ફોટો શૅર થયા બાદ ચાહકો ફોટોગ્રાફરો પર ભડક્યા છે. તેઓ કમેન્ટ કરવા લાગ્યા હતા કે આવી રીતે નાની બાળકી ગૂંગળાઈ જશે. તો કોઈક ફેન્સ ફોટોગ્રાફરને જ્ઞાન આપવા લાગ્યા હતા કે તમારે લીધે જ બાળકીને આટલી બધી ઢાંકવી પડી છે. આ શરમજનક છે. તમે કેમ તેમની વિનંતીનું સન્માન નથી કરતા. વિરાટ અને અનુષ્કા વારંવાર ના પાડે છે છતાં તમે કેમ વામિકાના ફોટો પાડો છો વગેરે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2021 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK