Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ઉસ્માન ખ્વાજાએ પોતાના પુસ્તકમાં કર્યો ચોંકાવનારો દાવો

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ઉસ્માન ખ્વાજાએ પોતાના પુસ્તકમાં કર્યો ચોંકાવનારો દાવો

Published : 08 November, 2026 08:37 AM | Modified : 08 November, 2026 09:10 AM | IST | International
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકામાં ૨૦૧૮ના બૉલ-ટૅમ્પરિંગ વિવાદમાં અમે બધા જ સામેલ હતા.

ઉસ્માન ખ્વાજા

ઉસ્માન ખ્વાજા


ચોરી પકડાઈ એ પછી એ વખતે ફક્ત સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટનો જ લેવાયો હતો ભોગ.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટર ઉસ્માન ખ્વાજાએ પોતાના નવા પુસ્તક ‘સબ્ર’માં ૨૦૧૮ના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમ્યાન થયેલા કુખ્યાત ‘સૅન્ડપેપર ગેટ’ વિવાદ વિશે અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ખ્વાજાએ દાવો કર્યો છે કે કેપ ટાઉન ખાતે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ-મૅચ દરમ્યાન બૉલ-ટૅમ્પરિંગના આ સમગ્ર ષડ‍્યંત્ર વિશે ઑસ્ટ્રેલિયન ટીમના તમામ સભ્યોને પહેલેથી જ પૂરી જાણ હતી.



આ વિવાદ બાદ તત્કાલીન કૅપ્ટન સ્ટીવ સ્મિથ, વાઇસ-કૅપ્ટન ડેવિડ વૉર્નર અને કૅમરન બૅનક્રૉફ્ટ પર એક વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. જોકે ખ્વાજાએ ખુલાસો કર્યો છે કે સૅન્ડપેપર વાપરવાની આ પદ્ધતિ વિશેની ખુલ્લી ચર્ચા અગાઉ પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ દરમ્યાન સેન્ટ જ્યૉર્જ પાર્કના ડ્રેસિંગ રૂમમાં જ શરૂ થઈ ગઈ હતી. એક અખબાર સાથે વાત કરતાં ખ્વાજાએ જણાવ્યું હતું કે ‘એમાં અમે બધા જ સામેલ હતા. ફક્ત બૅટર્સ, બોલર્સ કે સપોર્ટ-સ્ટાફ જ નહીં, આખી ટીમ સામેલ હતી.’  કેપ ટાઉન ટેસ્ટમાં રિવર્સ સ્વિંગ મેળવવા માટે બૅનક્રૉફ્ટ બૉલ પર સૅન્ડપેપર ઘસતો ટીવી-કૅમેરામાં ઝડપાઈ જતાં મોટો હોબાળો મચી ગયો હતો.


ખ્વાજાએ ઉમેર્યું હતું કે ‘આદર્શ સ્થિતિમાં હું આ બધું સામે લાવવા નહોતો માગતો, પણ મને લાગ્યું કે ૮ વર્ષ પછી પણ અસલ સત્ય સામે નથી આવ્યું એટલે મારે બોલવું પડ્યું.’ આ વિવાદમાં ત્રણેય બૅટર્સ પર પ્રતિબંધ મુકાયો હતો; જ્યારે પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ અને નૅથન લાયન જેવા બોલર્સે દાવો કર્યો હતો કે તેઓ આ બાબતથી તદ્દન અજાણ હતા. ખ્વાજાએ જણાવ્યું હતું કે એ સમયે મેં ડ્રેસિંગ રૂમમાં આખી ટીમને સામૂહિક જવાબદારી સ્વીકારવા કહ્યું હતું, પરંતુ એવું ન થયું અને માત્ર ત્રણ ખેલાડીઓનો જ ભોગ લેવાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2026 09:10 AM IST | International | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK