Pakistan on MS Dhoni: ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ રિઝવાન વચ્ચે કોણ બેસ્ટ છે તે અંગે પ્રશ્ન સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો હતો.
હરભજન સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની (ફાઇલ તસવીર)
ભારત સહિત પાકિસ્તાનમાં પણ ક્રિકેટનો મોટા પ્રમાણમાં ક્રેઝ જોવા મળે છે. જો કે પાકિસ્તાનમાં અનેક એવા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને સ્પોર્ટ્સ ઇન્ફ્લુએનસર્સ છે જેમણે અનેક વખત પોતાના દેશના જ ખેલાડીઓની દુનિયા સામે મજાક ઉડાવી છે. તેવો જ એક કિસ્સો હાલમાં બન્યો છે જેમાં આ વખતે ફરિદ ખાન નામના એક પાકિસ્તાનના સ્પોર્ટ્સ ઇન્ફ્લુએનસરે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં તેણે ઇન્ડિયન ક્રિકેટ ટીમના (Pakistan on MS Dhoni) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને મોહમ્મદ રિઝવાન વચ્ચે કોણ બેસ્ટ છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલ પર દુનિયાભરથી ઘણા ક્રિકેટ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતે હવે ભારતીય ટીમના પૂર્વ ખેલાડી હરભજન સિંહે પણ પાકિસ્તાનના ઇન્ફ્લુએનસરની ક્લાસ લીધી છે અને તેને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.
પાકિસ્તાની સ્પોર્ટ્સ ઇન્ફ્લુએનસર ફરિદ ખાન પહેલા પણ ક્રિકેટ પર આપેલા કહેલી વાતોને લીધે ચર્ચામાં રહ્યો છે. જો કે આ વખતે તેણે ટ્વિટર કેપ્ટન કૂલ એમએસ ધોની અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન સાથે સરખામણી કરી છે. આ અંગે ભારતના પૂર્વ બૉલર હરભજન સિંહે પાકિસ્તાનના સ્પોર્ટ્સ ઇન્ફ્લુએનસરની જોરદાર ઝાટકણી કાઢી છે. હરભજન સિંહે (Pakistan on MS Dhoni) સવાલનો જવાબ આપતાં પોતાની પોસ્ટ પર લખ્યું કે, “તમે આ દિવસોમાં શું ફૂંકી રહ્યા છો? આ કેટલો સસ્તો અને મૂર્ખ પ્રશ્ન છે. ભાઈઓ, તેને કહો કે ધોની દરેક બાબતમાં રિઝવાન કરતા ઘણો આગળ છે. જો તમે આ સવાલ રિઝવાનને પૂછશો તો તે પણ ઈમાનદારીથી જવાબ આપશે. મને રિઝવાન ગમે છે, તે સારો ખેલાડી છે અને સતત સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે. જો કે ધોની સાથે સરખામણી કરવી બિલકુલ ખોટી છે કારણ કે આજે પણ તે વર્લ્ડ ક્રિકેટમાં નંબર એકનો ખેલાડી છે અને વિકેટ કીપીંગના મામલે તેના કરતા શ્રેષ્ઠ કોઈ નથી.
ADVERTISEMENT
અહીં તમને જણાવવાનું કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ એમએસ ધોની (Pakistan on MS Dhoni) હવે માત્ર આઈપીએલમાં જ રમતા જોવા મળે છે, જેમાં આઈપીએલ 2024 તેની છેલ્લી ટી-20 લીગ માનવમાં આવી રહી હતી અને આના પછી તે નહીં રમે તેવી પણ જોરદાર ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ ધોનીની તે છેલ્લી સિઝન હતી તે અંગે તેણે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ધોનીનો ક્રેઝતો દરેક ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળે છે તેમજ આઇપીએલ મેચમાં ધોનીની એક ઝલખ જોવા માટે હજારો ચાહકો તેને સપોર્ટ કરવા આવે છે અને ધોનીની બેટિંગ દરમિયાન તો સ્ટેડિયમમાં ફેન્સના અવાજે તો અનેક રેકોર્ડ્સ પણ તોડ્યા હોવાનું છેલ્લી આઇપીએલમાં જોવા મળ્યું છે.

