Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનમાં ઑપરેશન્સ ડિરેક્ટર બન્યો ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુ

હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનમાં ઑપરેશન્સ ડિરેક્ટર બન્યો ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુ

Published : 08 May, 2026 04:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુને હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશન (HCA) માટે ક્રિકેટ ઑપરેશન્સનો ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યો છે. ૪૦ વર્ષના અંબાતી રાયુડુનો ત્રણ વર્ષનો કાર્યકાળ તાત્કાલિક શરૂ થઈ ગયો છે.

હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓ સાથે અંબાતી રાયુડુ

હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓ સાથે અંબાતી રાયુડુ


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયુડુને હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશન (HCA) માટે ક્રિકેટ ઑપરેશન્સનો ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યો છે. ૪૦ વર્ષના અંબાતી રાયુડુનો ત્રણ વર્ષનો કાર્યકાળ તાત્કાલિક શરૂ થઈ ગયો છે. તે હૈદરાબાદમાં ક્રિકેટના ભવિષ્યને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

અંબાતી રાયુડુએ નવી ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં લખ્યું કે ‘કેટલીક બાબતોને સુધારવાની એક શાનદાર તક છે. હૈદરાબાદ અને તેલંગણમાં હાજર વિશાળ ક્રિકેટપ્રતિભાને ખીલતી જોઈને અને દેશનું પ્રતિનિધિત્વ કરતા વધુ ખેલાડીઓ ઉત્પન્ન કરવામાં મદદ કરવા માટે હું વધુ ઉત્સાહિત છું.’

હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશન સાથેના અંબાતી રાયુડુના જૂના વિવાદનો પણ અંત આવ્યો છે. ૨૦૧૯માં તેણે હૈદરાબાદ ક્રિકેટ અસોસિએશનમાં ટીમ-પસંદગીની પ્રક્રિયામાં રાજકીયકરણ અને વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. ૨૦૧૯-’૨૦ ડોમેસ્ટિક સીઝન દરમ્યાન તેણે હૈદરાબાદ છોડીને આંધ્ર પ્રદેશ અને બરોડા માટે રમીને ડોમેસ્ટિક કરીઅરનો અંત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK