શ્રીધર ૨૦૧૪થી ૨૦૨૧ સુધી ભારતીય મેન્સ ટીમના ફીલ્ડિંગ-કોચ હતા
આર. શ્રીધર
આગામી T20 વર્લ્ડ કપ જીતવા માટે સહયજમાન શ્રીલંકાએ તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે તેમણે ૭ વર્ષ સુધી ભારતીય ટીમ સાથે ફીલ્ડિંગ-કોચ તરીકે ફરજ બજાવનાર આર. શ્રીધરને કોચિંગ ટીમમાં સામેલ કરી લીધા છે. આ વિશે ગઈ કાલે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે જાહેર કરતાં કહ્યું હતું કે ‘આર. શ્રીધર આગામી T20 વર્લ્ડ કપની સમાપ્તિ સુધી પુરુષ ટીમના ફીલ્ડિંગ-કોચ તરીકે જોડાયેલા રહેશે. શ્રીધર ૨૦૧૪થી ૨૦૨૧ સુધી ભારતીય મેન્સ ટીમના ફીલ્ડિંગ-કોચ હતા. એ દરમ્યાન તેમણે ૩૦૦થી વધુ ઇન્ટરનૅશનલ મૅચમાં ફરજ બજાવી હતી. શ્રીધરની નિયુક્તિ ૨૦૨૫ની ૧૧ ડિસેમ્બરથી ૨૦૨૬ની ૧૦ માર્ચ સુધીની જ રહેશે. એ દરમ્યાન શ્રીલંકન ટીમ પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ અને ત્યાર બાદ T20 વર્લ્ડ કપમાં રમશે.


