જર્મનીમાં ઑગસ્ટ ૨૦૨૭માં ‘ઇક્વલ’ નામની નવી T20 ક્રિકેટ લીગ શરૂ થશે, જેમાં પુરુષો અને મહિલાઓ એક જ પ્લેઇંગ ઇલેવનમાં સાથે રમશે. ઝહીર ખાન સહિતની ટીમની આ પહેલમાં પાંચ ટીમો વચ્ચે ૧૨ મૅચો રમાશે.
ઝહીર ખાન
જર્મનીમાં ઑગસ્ટ ૨૦૨૭ દરમ્યાન ‘ઇક્વલ’ નામની લીગથી ક્રિકેટના વિકાસમાં એક નવું અને સાહસિક પ્રકરણ ઉમેરાશે. આ નવી T20 લીગમાં પુરુષો અને મહિલાઓ એક જ પ્લેઇંગ ઇલેવન એટલે કે ટીમમાં એકસાથે રમીને ક્રિક્રેટના પરંપરાગત સ્વરૂપને પડકાર આપવાનો પ્રયાસ કરશે. એન્કર સ્પોર્ટ્સની આ પહેલ ઝહીર ખાન, ટેક ઉદ્યોગસાહસિક નાગેન્દ્ર સિદ્દૌતમ અને ઍન્ટવર્પના ડાયમન્ડ મર્ચન્ટ સંકેત શાહનો વિચાર છે.
પ્રથમ એડિશનમાં પાંચ ટીમો વચ્ચે ૧૨ T20 મૅચો રમાશે. દરેક સ્ક્વૉડમાં ૧૮-૧૮ પ્લેયર્સને સામેલ કરવામાં આવશે. દરેક પ્લેઇંગ ઇલેવનમાં ૬ વિમેન અને પાંચ મેન પ્લેયર્સ રમશે. T20 ક્રિકેટના હાલના નિયમોને જાળવીને આ ફૉર્મેટમાં રમતના સ્પષ્ટ નિયમો, પ્લેયર્સની સલામતીના ઉપાયો અને સબ્સ્ટિટ્યૂપ્શનના પ્રોટોકૉલ સામેલ હશે.
