વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા સાથે રમનાર અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સ્ક્વૉડનો હજી એક ખેલાડી તન્મય શ્રીવાસ્તવ છેલ્લી IPL સીઝનમાં અમ્પાયર પૅનલનો ભાગ બન્યો હતો.
૨૦૦૮ના અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીતના હીરો અજિતેશ અર્ગલે અમ્પાયર તરીકે IPL-ડેબ્યુ કર્યું
મધ્ય પ્રદેશના ૩૭ વર્ષના અજિતેશ અર્ગલે બુધવારે લખનઉ-રાજસ્થાનની મૅચ દરમ્યાન એકાના સ્ટેડિયમમાં અમ્પાયર તરીકે IPL-ડેબ્યુ કર્યું હતું. ૨૦૦૮ના અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ રહેલા આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ઈજા અને મર્યાદિત તકોને કારણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ઇન્કમ ટૅક્સ ઑફિસર તરીકે સરકારી નોકરી સ્વીકારી હતી. જોકે રમત પ્રત્યેનો તેનો અદમ્ય જુસ્સો તેને ફરીથી મેદાનમાં લાવ્યો. ૨૦૨૩થી અમ્પાયર બનવા માટે સખત મહેનત કર્યા બાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટની ટુર્નામેન્ટ સહિત વિમેન્સ પ્રીમિયર લીગ 2026માં પણ અમ્પાયરિંગ કરીને આ નવી કરીઅરને આગળ વધારી હતી. વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા સાથે રમનાર અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સ્ક્વૉડનો હજી એક ખેલાડી તન્મય શ્રીવાસ્તવ છેલ્લી IPL સીઝનમાં અમ્પાયર પૅનલનો ભાગ બન્યો હતો.
