રમતગમતને હંમેશાં પ્રોત્સાહન આપતા અને સમગ્ર મુંબઈનાં જિમખાનાંઓમાં આગવું સ્થાન ધરાવતા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દશેરાના પવિત્ર દિવસે મંગળવારે ૨૦ ઑક્ટોબરે સવારે ૮ વાગ્યે નવી ક્રિકેટ સીઝનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઘાટકોપર જૉલી જિમખાના
ગઈ કાલે નવી ક્રિકેટ સીઝનની શરૂઆતના પ્રસંગે જૉઇન્ટ સ્પોર્ટ્સ ડોઑર્ડિનેટર પ્રશાંત કારિયા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, ક્રિકેટ કન્વીનર બન્ટી દોશી અને નીલેશ સરવૈયા સાથે ક્રિકેટ સબ-કમિટી તથા ગ્રાઉન્ડ સ્ટાફ.
રમતગમતને હંમેશાં પ્રોત્સાહન આપતા અને સમગ્ર મુંબઈનાં જિમખાનાંઓમાં આગવું સ્થાન ધરાવતા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દશેરાના પવિત્ર દિવસે મંગળવારે ૨૦ ઑક્ટોબરે સવારે ૮ વાગ્યે નવી ક્રિકેટ સીઝનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યોના માર્ગદર્શન તથા પ્રોત્સાહનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિમખાનાના જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા, ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, સમગ્ર ક્રિકેટ સબ-કમિટીના સભ્યો તથા જિમખાનાના સભ્યોની ઉપસ્થિતિમાં રિબન કાપીને ક્રિકેટ સીઝનનો વિધિવત્ શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પૂજાવિધિ કરવામાં આવી હતી અને નવી સીઝન સફળતાપૂર્વક પૂરી થાય તથા ખેલાડીઓ રમતગમતમાં નવી ઊંચાઈઓ સર કરે એવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
પૂજાવિધિ પૂરી થયા બાદ જિમખાનાના ૧૦૨ સભ્યો વચ્ચે ટેનિસ બૉલ ઓવરઆર્મ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ક્રિકેટમય બની ગયું હતું.
