હાર્દિકે પચીસ બૉલમાં પાંચ ફોર અને પાંચ સિક્સ ફટકારીને ૬૩ રન કર્યા હતા. હાર્દિકે સ્ટેડિયમમાં હાજર ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ફ્લાઇંગ કિસ આપીને પોતાની રેકૉર્ડબ્રેક ફિફ્ટીની ઉજવણી કરી હતી. બન્ને વચ્ચે સામસામે ફ્લાઇંગ કિસ જોઈ મૅચનો રોમાંચ પણ વધ્યો હતો.
૧૬ બૉલમાં ફિફ્ટી ફટકાર્યા પછી હાર્દિકનું માહિકા સાથે ફ્લાઇંગ કિસ સેલિબ્રેશન
અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામેની પાંચમી T20 મૅચમાં હાર્દિક પંડ્યાએ પચીસ બૉલમાં ૬૩ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ૧૬ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે ભારતની ધરતી પર ફટકારેલી ફાસ્ટેસ્ટ T20 ઇન્ટરનૅશનલ ફિફ્ટીનો રેકૉર્ડ કર્યો હતો. હાર્દિકે પચીસ બૉલમાં પાંચ ફોર અને પાંચ સિક્સ ફટકારીને ૬૩ રન કર્યા હતા. હાર્દિકે સ્ટેડિયમમાં હાજર ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ફ્લાઇંગ કિસ આપીને પોતાની રેકૉર્ડબ્રેક ફિફ્ટીની ઉજવણી કરી હતી. બન્ને વચ્ચે સામસામે ફ્લાઇંગ કિસ જોઈ મૅચનો રોમાંચ પણ વધ્યો હતો. મૅચ બાદ હાર્દિક પંડ્યા ટીમ-બસ છોડીને માહિકા સાથે અલગ કારમાં બેસી વિક્ટરી-રાઇડનો આનંદ માણીને ટીમ-હોટેલ પહોંચ્યો હતો.
હાર્દિક પંડ્યા સિક્સરને કારણે ઇન્જર્ડ થયેલા કૅમેરામૅનને મૅચ બાદ ભેટી પડ્યો
ADVERTISEMENT

શુક્રવારે હાર્દિક પંડ્યાની ફટકાબાજી દરમ્યાન બ્રૉડકાસ્ટરનો એક કૅમેરામૅન ઇન્જર્ડ થયો હતો. કૅમેરામૅનને હાર્દિક પંડ્યાએ ફટકારેલી સિક્સરનો બૉલ હાથના ખભાના ભાગ પર વાગ્યો હતો. હેડ કોચ ગૌતમ ગંભીર સહિતના ભારતીય ટીમના સભ્યો આ જોઈ ચોંકી ગયા હતા અને તરત જ મેડિકલ ટીમના સભ્યોએ તેની સારવાર કરીને આઇસપૅક આપ્યું હતું. મૅચના અંતે હાર્દિક પંડ્યા આ કૅમેરામૅનને મળ્યો હતો અને તેની તબિયત પૂછીને તેને ભેટી પડ્યો હતો.
મૅચ પછી ડ્રાઇવિંગ, સિન્ગિંગ હાર્દિકનો વિડિયો વાઇરલ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી T20 મૅચમાં ધમાકેદાર બૅટિંગ કરીને દર્શકોને ખુશ કરી દેનાર ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોડી રાતે અમદાવાદમાં કાર ડ્રાઇવ કરીને ગીતો ગાતાં-ગાતાં જીતનું સેલિબ્રેશન કરવા સાથે ખુશી મનાવી હતી. કાર ચલાવી રહેલા હાર્દિક પંડ્યાનો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. હાર્દિક પંડ્યાએ પાંચ બાઉન્ડરી અને પાંચ સિક્સર ફટકારીને પચીસ બૉલમાં ૬૩ રન કર્યા હતા.


