Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > RCB vs MI: હર્ષલ પટેલની હેટ-ટ્રીકે બેંગલોરને અપાવી જબરદસ્ત જીત

RCB vs MI: હર્ષલ પટેલની હેટ-ટ્રીકે બેંગલોરને અપાવી જબરદસ્ત જીત

27 September, 2021 12:47 AM IST | Abu Dhabi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૬૫ રન બનાવ્યા હતા.

હર્ષલ પટેલ

હર્ષલ પટેલ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 39મો મુકાબલો આજે સાંજે ૭.૩૦ વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકસાને ૧૬૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૧૮.૧ ઓવરમાં ઓલ આઉટ થઈ હતી ૧૧૧ રન બનાવી મેચ હારી હતી. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી છે. તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમા ક્રમે પહોંચી ગઈ છે.



મુંબઈ ઈન્ડિયન્સ માટે ૧૬૬ રનનો ટાર્ગેટ નાનો હોવાનું જણાતું, પરંતુ ૧૭મી ઓવરમાં હર્ષલ પટેલે કમાલ કરી હતી. તેની હેટ-ટ્રીકે બાજી પલટી નાખી હતી. પહેલા હાર્દિક પંડયાને કોહિલીના હાથે કેચ આઉટ કરાવ્યા બાદ પોલાર્ડને ક્લીન-બોલ્ડ કર્યો હતો. હેટ-ટ્રીક બોલ પર ચહરની વિકેટ લીધી હતી અને મેચ પલટી નાખી હતી. ૧૯મી ઓવરના પહેલા જ બોલમાં ફરી પટેલે મિલેનને આઉટ કર્યો હતો અને કુલ ચાર વિકેટ લીધી હતી.


RCB માટે વિરાટ કોહલી અને મેક્સવેલે અડધી સદી ફટકારી હતી, તો શ્રીકાર ભારતે ૩૨ રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત આજે એક પણ રન બનાવી શક્યો ન હતો અને ૪ બોલમાં જ બુમરાહના બોલ પર કેચ આઉટ થયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની વાત કરીએ તો ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક સિવાય બાકીના તમામ બેટ્સમેનનો સ્કોર એક અંકી સંખ્યામાં રહ્યો હતો. MI માટે બુમરાહે ત્રણ મહત્ત્વની વિકેટ ચટકાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2021 12:47 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK