રસપ્રદ વાત એ છે કે હાર્દિકે તાજેતરમાં વસીમ જાફરને પોતાનો આદર્શ ગણાવ્યો હતો જ્યારે અગાઉના ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણનું નામ લીધું હતું.
વસીમ જાફર હાર્દિક પંડ્યા અને ઇરફાન પઠાણ
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન વસીમ જાફરે ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથેની પહેલી મુલાકાત વિશે ખુલાસો કર્યો છે. ૪૮ વર્ષના મુંબઈના આ ભૂતપૂર્વ ખેલાડીએ કહ્યું હતું કે ‘અમે ૨૦૧૪-’૧૫ની રણજી ટ્રોફી સીઝન દરમ્યાન ઇરફાનના ઘરે ડિનર માટે ગયા હતા અને એ સમયે હું હાર્દિકને પહેલી વાર મળ્યો હતો. ઇરફાને મને કહ્યું હતું કે હાર્દિક જલદી મોટું નામ કરવાનો છે.’ રસપ્રદ વાત એ છે કે હાર્દિકે તાજેતરમાં વસીમ જાફરને પોતાનો આદર્શ ગણાવ્યો હતો જ્યારે અગાઉના ઇન્ટરવ્યુમાં ઇરફાન પઠાણનું નામ લીધું હતું.
