Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

Published : 09 February, 2026 09:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની ત્રણ મૅચ - સ્કૉટલૅન્ડ vs ઇટલી; ઝિમ્બાબ્વે vs ઓમાન; સાઉથ આફ્રિકા vs કૅનેડા

રિચી બેરિંગ્ટન, વેઇન મૅડસન

રિચી બેરિંગ્ટન, વેઇન મૅડસન


આજે રમશે આ ટીમો...

સ્કૉટલૅન્ડ vs ઇટલી



મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ત્રીજા દિવસે સવારે ૧૧ વાગ્યે પહેલી મૅચમાં ઇટલી પોતાનું વર્લ્ડ કપ ડેબ્યુ કરશે. સાતમી વખત T20 વર્લ્ડ કપ રમી રહેલા સ્કૉટલૅન્ડને એના અભિયાનની શરૂઆતમાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૫ રને હાર મળી હતી. આજે તેઓ આ જ મેદાન પર આ સીઝનની પહેલી જીતની આશા રાખશે. બન્ને વચ્ચે આ ફૉર્મેટમાં બે વખત ટક્કર થઈ છે જેમાંથી ૨૦૨૩માં સ્કૉટલૅન્ડે ૧૫૫ રને અને ૨૦૨૫માં ઇટલીએ ૧૨ રને જીત નોંધાવી હતી. ઇટલીની ટીમ ભલે પહેલી વખત વર્લ્ડ કપ રમી રહી હોય, પણ એ મોટો અપસેટ સર્જવાની ક્ષમતા ધરાવે છે. વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચમાં ઇટલીએ કૅનેડા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે જીત નોંધાવી હતી, જ્યારે સ્કૉટલૅન્ડની ટીમે અફઘાનિસ્તાન અને નામિબિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.


ઝિમ્બાબ્વે vs ઓમાન


સિકંદર રઝા, જતિન્દર સિંહ

શ્રીલંકાના કોલંબોમાં બપોરે ૩ વાગ્યે ઝિમ્બાબ્વે અને ઓમાનની ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતના પંજાબમાં જન્મેલો જતિન્દર સિંહ ઓમાન અને પાકિસ્તાનના પંજાબમાં જન્મેલો સિકંદર રઝા ઝિમ્બાબ્વેનું નેતૃત્વ કરશે. ઓમાનની ટીમ ચોથી વખત અને ઝિમ્બાબ્વેની ટીમ સાતમી વખત T20 વર્લ્ડ કપ રમશે. બન્ને વચ્ચે આ ફૉર્મેટમાં પહેલી વખત મૅચ રમાશે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બન્ને વચ્ચે ૨૦૨૩માં એક વન-ડે મૅચ રમાઈ હતી જેમાં ઝિમ્બાબ્વે ૧૪ રને જીત્યું હતું.

સાઉથ આફ્રિકા vs કૅનેડા

એઇડન માર્કરમ, દિલપ્રીત બાજવા

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજના દિવસની સાંજે ૭ વાગ્યાની મૅચ સાઉથ આફ્રિકા અને કૅનેડા વચ્ચે છે. બન્ને વચ્ચે છેક ૨૦૦૩માં એકમાત્ર વન-ડે મૅચ રમાઈ હતી. એમાં સાઉથ આફ્રિકા ૧૧૮ રને જીત્યું હતું. T20 ફૉર્મેટમાં આ બન્ને ટીમ પહેલી જ વખત ટકરાશે. પંજાબમાં જન્મેલો ૨૩ વર્ષનો દિલપ્રીત બાજવા કૅનેડાની ટીમનું નેતૃત્વ કરશે. કૅનેડાની આ વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ૧૧ પ્લેયર્સ ભારતીય મૂળના છે. ગયા વખતની રનર-અપ ટીમ સાઉથ આફ્રિકા શાનદાર અંદાજમાં પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવાનો ટાર્ગેટ રાખશે.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK