સુપર 8માં ભારતની ટક્કર ૨૨ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં અને એક માર્ચે કલકત્તામાં વેસ્ટ ઇન્ડીઝ સામે થશે
અમદાવાદ પહોંચી ટીમ ઇન્ડિયા
આજે આયરલૅન્ડ સામે ઝિમ્બાબ્વે જીતશે તો ઑસ્ટ્રેલિયા ઑફિશ્યલી ટ્રોફીની રેસમાંથી બહાર થઈ જશે. T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં ગઈ કાલ સુધી પાંચ ટીમ ક્વૉલિફાય થઈ હતી. ગ્રુપ Aમાંથી ભારત, Bમાંથી શ્રીલંકા, Cમાંથી વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લૅન્ડ તથા Dમાંથી સાઉથ આફ્રિકાએ સુપર 8 રાઉન્ડમાં એન્ટ્રી મારી લીધી છે.
સુપર 8માં ભારતની ટક્કર ૨૨ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે અમદાવાદમાં અને એક માર્ચે કલકત્તામાં વેસ્ટ ઇન્ડીઝ સામે થશે. ભારતની ૨૬ ફેબ્રુઆરીએ ચેપૉક સ્ટેડિયમની ટક્કર ઑસ્ટ્રેલિયા અથવા ઝિમ્બાબ્વે સામે થશે.
ADVERTISEMENT
અમદાવાદ પહોંચી ટીમ ઇન્ડિયા
કોલંબોમાં પાકિસ્તાનને પછાડીને ભારતીય ક્રિકેટરો ગઈ કાલે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેઓ૧૮ ફેબ્રુઆરીએ નેધરલૅન્ડ્સ સામે ટકરાશે.
