Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ નબીના નામે નોંધાયો મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો પહેલો દંડ

અફઘાનિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ નબીના નામે નોંધાયો મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો પહેલો દંડ

Published : 13 February, 2026 10:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદની એ ડબલ સુપરઓવર મૅચ દરમ્યાન મોહમ્મદ નબીને ICCની આચારસંહિતાની કલમ ૨.૪ના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો

મેચ સમયની તસવીર

મેચ સમયની તસવીર


મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો પહેલો આચારસંહિતાનો ભંગ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીએ કર્યો છે. સાઉથ આફ્રિકા સામેની બુધવારની મૅચ દરમ્યાન ICCની આચારસંહિતાના લેવલ ૧ના ઉલ્લંઘન બદલ ૪૧ વર્ષના ઑલરાઉન્ડર મોહમ્મદ નબીને મૅચ-ફીના ૧૫ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મૅચમાં તે ૬ બૉલમાં માત્ર પાંચ રન કરી શક્યો હતો. સ્પિનર તરીકે તેણે બે ઓવરમાં ૨૦ રન આપ્યા હતા.

અમદાવાદની એ ડબલ સુપરઓવર મૅચ દરમ્યાન મોહમ્મદ નબીને ICCની આચારસંહિતાની કલમ ૨.૪ના ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ કલમ અમ્પાયરની સૂચનાનો અનાદર કરવા સંબંધિત છે. આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની ૧૪મી ઓવરની શરૂઆતમાં બની હતી જ્યારે મોહમ્મદ નબીએ સાઉથ આફ્રિકાના લુન્ગી ઍન્ગિડીના કાંડા પરના બૅન્ડ માટે અમ્પાયર સાથે ઝઘડો કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK