Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નેધરલૅન્ડ્સે નામિબિયા સામે ૭ વિકેટે જીત મેળવી સુપર-એઇટ્સની આશા જીવંત રાખી

નેધરલૅન્ડ્સે નામિબિયા સામે ૭ વિકેટે જીત મેળવી સુપર-એઇટ્સની આશા જીવંત રાખી

Published : 11 February, 2026 09:47 AM | Modified : 11 February, 2026 09:48 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેધરલૅન્ડ્સની આ જીતનો હીરો હતો બાસ ડી લીડે

ટીમને જીત અપાવ્યા બાદ ખુશખુશાલ કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્‌સ અને મૅચનો હીરો બાસ ડી લીડે

ટીમને જીત અપાવ્યા બાદ ખુશખુશાલ કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્‌સ અને મૅચનો હીરો બાસ ડી લીડે


દિલ્હીમાં ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસની પહેલી મૅચમાં બે અસોસિએટ દેશોની ટક્કરમાં નેધરલૅન્ડ્સે નામિબિયાને ૭ વિકેટે હરાવીને સુપર-એઇટ્સમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. પ્રથમ મૅચમાં પાકિસ્તાન જેવી ટીમ સામે હાથમાં આવેલી બાજી ગુમાવવાથી દુખી નેધરલૅન્ડ્સે આ જીત સાથે થોડી રાહત મેળવી હતી. નેધરલૅન્ડ્સની આ જીતનો હીરો હતો બાસ ડી લીડે.

નેધરલૅન્ડ્સે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું. નાબિમિયાએ ઓપનર જૅન ફ્રાયલિન્કના ૩૦, જૅન નિકૉલ લૉફ્ટી-ઇટોનના ૪૨ અને જેજે સ્મિતના બાવીસ‍ રનની ઇંનિગ્સના જોરે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૬ રનનો સન્માનજનક સ્કોર કર્યો હતો. નેધરલૅન્ડ્સે મૅચના હીરો બાસ ડી લીડેના ૪૮ બૉલમાં ૪ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૭૨ રન તેમ જ ઓપનર માઇકલ લેવિટના ૨૮ રન અને કૉલિન ઍકરમૅનના ૩૨ રનના ઉપયોગી સાથ વડે ૧૮ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.



નેધરલૅન્ડ્સ હવે એની છેલ્લી લીગ મૅચ શુક્રવારે ચેન્નઈમાં USA સામે રમશે જ્યારે આવતી કાલે નામિબિયા ભારત સામે દિલ્હીમાં ટકરાશે.


નેધરલૅન્ડ્સની ૧૧મી જીત, અસોસિએટ નેશન્સમાં સૌથી વધુ

નેધરલૅન્ડ્સે ગઈ કાલે T20 વર્લ્ડ કપમાં ૧૧મી જીત નોંધાવી અસોસિએટ નેશન્સમાં સૌથી વધુ જીત મેળવવાનો તેમનો જ રેકૉર્ડ વધુ મજબૂત કરી લીધો હતો. આ યાદીમાં ૮ જીત સાથે બીજા નંબરે સ્કૉટલૅન્ડ છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 09:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK