Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રેકૉર્ડબ્રેક ઓપનિંગ પાર્ટનરશિપ સાથે ન્યુ ઝીલૅન્ડનો સતત બીજો વિજય

રેકૉર્ડબ્રેક ઓપનિંગ પાર્ટનરશિપ સાથે ન્યુ ઝીલૅન્ડનો સતત બીજો વિજય

Published : 11 February, 2026 09:42 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

UAE સામે ૧૦ વિકેટે જીત મેળવવાની સાથે સુપર-એઇટ રાઉન્ડમાં સ્થાન પાક્કું કર્યું

ઍલન અને સાઇફર્ટે ગઈ કાલે અણનમ ૧૭૫ રનની પાર્ટનરશિપ કરી હતી

ઍલન અને સાઇફર્ટે ગઈ કાલે અણનમ ૧૭૫ રનની પાર્ટનરશિપ કરી હતી


ચેન્નઈમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે ફૉર્મ જાળવી રાખતાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ને ૧૦ વિકેટે હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. UAEએ આપેલો ૧૭૪ રનનો ટાર્ગેટ કિવી ટીમે ઓપનરોના દમ પર એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૧૫.૨ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. પ્રથમ મૅચમાં કિવી ટીમે અફઘાનિસ્તાન સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો. આમ સતત બીજી જીત સાથે તેમણે સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.

UAEના કૅપ્ટને ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો અને મોહમ્મદ વાસીમ (૬૬ રન) અને અલીશાન શરાફુ (પંચાવન રન)ની હાફ-સેન્ચુરીની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૩ રનનો ચૅલેન્જિંગ સ્કોર નોંધાવ્યો હતો. જોકે કિવી ટીમે ઓપનરો ટિમ સાઇફર્ટ (૪૨ બૉલમાં ૩ સિક્સર અને ૧૨ ફોર સાથે અણનમ ૮૯) અને ફિન ઍલન (૫૦ બૉલમાં પાંચ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૮૪ રન)એ ચૅલેન્જનો સ્વીકાર કરીને ૧૫.૨ ઓવરમાં ટીમને જીત અપાવી દીધી હતી.



ન્યુ ઝીલૅન્ડ હવે એની છેલ્લી લીગ મૅચ શનિવારે સાઉથ આફ્રિકા સામે અને UAE બીજી મૅચ શુક્રવારે દિલ્હીમાં કૅનેડા સામે રમશે. 


હવે ઍલન-સાઇફર્ટની જોડી T20 વર્લ્ડ કપમાં નંબર વન

કિવી ઓપનરો ઍલન અને સાઇફર્ટની ગઈ કાલની અણનમ ૧૭૫ રનની પાર્ટનરશિપે T20 વર્લ્ડ કપમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો. T20 વર્લ્ડ કપમાં તેમની કોઈ પણ વિકેટ માટે, કોઈ પણ ટીમે બનાવેલી હાઇએસ્ટ પાર્ટનરશિપ બની હતી. આ પહેલાંનો ૧૭૦ રનનો રેકૉર્ડ પણ ઓપનિંગ પાર્ટરનશિપનો જ હતો જે ઇંગ્લૅન્ડના ઓપનરો જોસ બટલર અને ઍલેક્સ હેલ્સે ૨૦૨૨ની ૧૦ નવેમ્બરે ઍડીલેડમાં ભારત સામે બનાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2026 09:42 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK