Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપની પહેલી ડબલ સુપર-ઓવરમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને પછાડ્યું

T20 વર્લ્ડ કપની પહેલી ડબલ સુપર-ઓવરમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને પછાડ્યું

Published : 12 February, 2026 09:17 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮૭ રને અફઘાની ટીમ ઑલઆઉટ થતાં મૅચ ટાઇ થઈ, પહેલી સુપર ઓવરમાં સાઉથ આફ્રિકાએ ૧૭ રનનો સ્કોર-લેવલ કર્યો, બીજા સુપર ઓવર જંગમાં ૨૪ રનના ટાર્ગેટ સામે અફઘાની ટીમ ૧૯ રન કરીને હારી

મૅચની અંતિમ ઓવરના ચોથા બૉલ પર કૅગિસો રબાડાએ ફઝલહક ફારુફીને રનઆઉટ કરીને મૅચને ટાઇ કરાવી સુપર ઓવર સુધી પહોંચાડી હતી.

મૅચની અંતિમ ઓવરના ચોથા બૉલ પર કૅગિસો રબાડાએ ફઝલહક ફારુફીને રનઆઉટ કરીને મૅચને ટાઇ કરાવી સુપર ઓવર સુધી પહોંચાડી હતી.


અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે સવારે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટક્કરે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં મૅચ ટાઇ થતાં છઠ્ઠી વખત વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થયો હતો. જોકે ડબલ સુપર ઓવર T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી જ વખત રમાઈ હતી. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાનો સ્કોર મૅચમાં ૧૮૭ રન અને પહેલી સુપર ઓવરમાં ૧૭ રનનો રહ્યો. બીજી સુપર ઓવરમાં સાઉથ આફ્રિકાના ૨૩ રન સામે અફઘાનિસ્તાન ૧૯ રન કરીને ટુર્નામેન્ટમાં સતત બીજી મૅચ હાર્યું હતું.

કૅગિસો રબાડાએ ફારુકીને રનઆઉટ કરીને મૅચ ટાઇ કરી



સાઉથ આફ્રિકા માટે રાયન રિકલ્ટને ૫ ફોર અને ૪ સિક્સની મદદથી ૨૮ બૉલમાં ૬૧ રન ફટકાર્યા હતા. ઓપનર ક્વિન્ટન ડી કૉકે ૪૧ બૉલમાં ૫ ફોર અને ૩ સિક્સના આધારે ૫૯ રન કર્યા હતા. અફઘાની ફાસ્ટ બોલર અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ૪૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. કૅપ્ટન રાશિદ ખાનને બે વિકેટ મળી હતી.


અફઘાનિસ્તાનના વિકેટકીપર-બૅટર રહેમાનુલ્લાહ ગુરબાઝે ઓપનિંગમાં ઊતરીને ૨૦૦ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને ૪ ફોર અને ૭ સિક્સની મદદથી ૪૨ બૉલમાં ૮૪ રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એન્ગિડી ૪ ઓવરમાં ૨૬ રન આપી ૩ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. મૅચની અંતિમ ઓવરના ચોથા બૉલ પર પેસ બોલર કૅગિસો રબાડાએ ફઝલહક ફારુફીને રનઆઉટ કરીને મૅચને ટાઇ કરાવી સુપર ઓવર સુધી પહોંચાડી હતી.

અફઘાનિસ્તાનને માત્ર ૧૩ રનની જરૂર હતી ત્યારે કૅગિસો રબાડાની ૨૦મી ઓવરમાં શું થયું?


૧૯.૧ નો-બૉલનો ૧ રન (નૂર અહમદનો કૅચ પકડાયો હતો)

૧૯.૧ વાઇડ બૉલનો ૧ રન

૧૯.૧ ઝીરો (નૂર અહમદનો કૅચ છૂટ્યો)

૧૯.૨ સિક્સ

૧૯.૩ ઝીરો

૧૯.૪ નો-બૉલ સહિત ૩ રન

૧૯.૪ ૧ રન (ફઝલહક ફારુફી ફ્રી-હિટ પર રનઆઉટ)

પહેલી સુપર ઓવરમાં શું થયું?

અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડી સામે બે ફોર અને ૧ સિક્સની મદદથી ૧૭/૦નો સ્કોર કર્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી ડેવાલ્ડ બ્રૅવિસે ફઝલહક ફારુકીની ઓવરમાં ત્રીજા બૉલે ૭ રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. સ્ટ્રીસ્ટન સ્ટબ્સે અનુભવી ડેવિલ મિલરને સામેના છેડે રાખીને અંતિમ ૩ બૉલમાં ફોર અને સિક્સ ફટકારીને પહેલી સુપર ઓવર ૧૭/૧ના સ્કોર સાથે ટાઈ કરી હતી.

સુપર ઓવર વન (અફઘાનિસ્તાન-૧૭/૦)

બૉલ ૧     ફોર

બૉલ ૨     સિક્સ

બૉલ ૩     ૧ રન

બૉલ ૪     ૧ રન

બૉલ ૫     ફોર

બૉલ ૬     ૧ રન

સુપર ઓવર વન (સાઉથ આફ્રિકા-૧૭/૧)

બૉલ ૧     ૧ રન

બૉલ ૨     સિક્સ

બૉલ ૩     ડેવાલ્ડ બ્રૅવિસ આઉટ

બૉલ ૪     ફોર

બૉલ ૫     ઝીરો

બૉલ ૬     સિક્સ

બીજી સુપર ઓવરમાં શું થયું?

ફાસ્ટ બોલર અઝમતુલ્લાહ ઓમરઝાઈની ઓવરમાં સ્ટ્રીસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલરે ૩ સિક્સની મદદથી ૨૩/૦નો સ્કોર કર્યો હતો. સ્પિનર કેશવ મહારાજની ઓવરના બીજા બૉલ પર અફઘાની બૅટર મોહમ્મદ નબી આઉટ થયો હતો. અઝમતુલ્લાહ ઓમરઝાઈને સામેના છેડે રાખી રહેમાનુલ્લાહ ગુરબાઝે ત્રીજા, ચોથા અને પાંચમા બૉલે સિક્સ ફટકારી, પરંતુ અંતિમ બૉલ પર કૅચઆઉટ થઈ ગયો હતો. બીજી સુપર ઓવરના ૧૯/૧ના સ્કોરને કારણે અફઘાનિસ્તાન હાર્યું હતું.

સુપર ઓવર ટૂ (સાઉથ આફ્રિકા-૨૩/૦)

બૉલ ૧     સિક્સ

બૉલ ૨     ૧ રન

બૉલ ૩     ૨ રન

બૉલ ૪     સિક્સ

બૉલ ૫     સિક્સ

બૉલ ૬     ૨ રન

સુપર ઓવર ટૂ (અફઘાનિસ્તાન-૧૯/૧)

બૉલ ૧     ઝીરો

બૉલ ૨     મોહમ્મદ નબી આઉટ

બૉલ ૩     સિક્સ

બૉલ ૪     સિક્સ

બૉલ ૫     સિક્સ

બૉલ ૬     વાઇડ બૉલનો ૧ રન

બૉલ ૬     ગુરબાઝ આઉટ

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 09:17 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK