Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વાનખેડેમાં આજે વેસ્ટ ઇન્ડીઝને જોશીલા ઝિમ્બાબ્વેનો ડર

વાનખેડેમાં આજે વેસ્ટ ઇન્ડીઝને જોશીલા ઝિમ્બાબ્વેનો ડર

Published : 23 February, 2026 10:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વખતની ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ટીમે અચાનક લાઇમટાઇમમાં આવી ગયેલી અને દરેક મૅચમાં વધુ ને વધુ ડેન્જર બની રહેલી ‌ઝિમ્બાબ્વે ટીમથી ખાસ સાવધ રહેવું પડશે

ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પરસેવો પાડી રહેલા કૅરિબિયન ખેલાડીઓ

ગઈ કાલે વાનખેડેમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પરસેવો પાડી રહેલા કૅરિબિયન ખેલાડીઓ


મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ની ચોથી મૅચમાં વાનખેડેમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે ટક્કર જામવાની છે. આ વર્લ્ડ કપ પહેલાં ભાગ્યે જ કોઈએ આ બન્ને ટીમ તેમના ગ્રુપની નંબર વન બની નેક્સ્ટ રાઉન્ડનમાં પ્રવેશ કરશે એવી આશા રાખી હશે, પણ બન્નેએ એક પછી એક મૅચમાં શાનદાર પર્ફોર્મ કરીને બધાને ચોંકાવી દીધા હતા અને આજે બન્ને વધુ એક જીત મેળવી લીગ રાઉન્ડમાં તેમની જીતના જોશને જાળવી રાખવા મેદાનમાં ઊતરશે.

બે વખતની ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ટીમે અચાનક લાઇમટાઇમમાં આવી ગયેલી અને દરેક મૅચમાં વધુ ને વધુ ડેન્જર બની રહેલી ‌ઝિમ્બાબ્વે ટીમથી ખાસ સાવધ રહેવું પડશે. બીજી તરફ લીગ રાઉન્ડમાં ભૂતપૂર્વ ચૅમ્પિયનો ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યા બાદ આજે વધુ એક ચૅમ્પિયન કૅરિબિયન ટીમને આંચકો આપવા આતુર હશે.  



ઝિમ્બાબ્વે આજે પહેલી વાર વાનખેડમાં T20 મૅચ રમશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ આ વર્લ્ડ કપમાં જ ૪ લીગ મૅચમાંથી બે મૅચ આ જ મેદાનમાં રમ્યું છે.


T20 ઇન્ટરનૅશનલમાં બન્ને વચ્ચે અત્યાર સુધી ૪ વાર ટક્કર થઈ છે, જેમાં ઝિમ્બાબ્વેની એક સામે વેસ્ટ ઇન્ડીઝ ૩ જીત સાથે ટૉપમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK