ચોથા સ્થાને તિલક વર્મા અને પાંચમા નબરે સૂર્યકુમાર યાદવ છે. બોલિંગમાં ભારતનો મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ધકેલાયો હતો
હાર્દિક પંડ્યા
ગઈ કાલે જાહેર થયેલાં T20 રૅન્કિંગ્સમાં ઑલરાઉન્ડરમાં હાર્દિક પંડ્યાએ તેનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. બીજા નંબરે નેપાલનો દીપેન્દ્ર સિંહ ઐરી અને ત્રીજા નંબરે ઑસ્ટ્રેલિયન માર્કસ સ્ટોઇનિસ છે. બૅટિંગમાં નંબર વન ટ્રૅવિસ હેડ બાદ બીજું સ્થાન અભિષેક શર્માએ જાળવી રાખ્યું છે. ત્રીજા સ્થાને ઇંગ્લૅન્ડનો ફિલ સૉલ્ટ છે, જ્યારે ચોથા સ્થાને તિલક વર્મા અને પાંચમા નબરે સૂર્યકુમાર યાદવ છે. બોલિંગમાં ભારતનો મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને ધકેલાયો હતો. ન્યુ ઝીલૅન્ડનો જેકબ ડફી પ્રથમ અને વેસ્ટ ઇન્ડીઝનો સ્પિનર અકીલ હોસેન બીજા નંબરે પહોંચી ગયા હતા.

