Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ પહેલાં અમે માનસિક રીતે મજબૂત બનવા પર કામ કરી રહ્યા છીએ : કૅપ્ટન હરમનપ્રીત કૌર

T20 વર્લ્ડ કપ પહેલાં અમે માનસિક રીતે મજબૂત બનવા પર કામ કરી રહ્યા છીએ : કૅપ્ટન હરમનપ્રીત કૌર

21 September, 2024 09:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના ટ્રેઇનિંગ કૅમ્પમાં સખત મહેનત કરી રહી છે

કૅપ્ટન હરમનપ્રીત કૌર

કૅપ્ટન હરમનપ્રીત કૌર


૨૦૨૦ના T20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે હારીને ભારતીય મહિલા ટીમ રનર-અપ રહી હતી. આ વર્ષે UAEમાં આયોજિત T20 વર્લ્ડ કપમાં પહેલી વાર ચૅમ્પિયન બનવા ભારતીય ટીમ બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના ટ્રેઇનિંગ કૅમ્પમાં સખત મહેનત કરી રહી છે.  


ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત સિંહે કહ્યું હતું કે ‘અમે લાંબા સમયથી માનસિક શક્તિ પર કામ કરી રહ્યા છીએ. મૅચ દરમ્યાન છેલ્લી ત્રણ-ચાર ઓવર ખૂબ મહત્ત્વની હોય છે. માનસિક રીતે મજબૂત ટીમ મૅચની છેલ્લી ચાર-પાંચ ઓવરમાં જીતે છે. અમે છેલ્લા કેટલાક સમયથી આ તરફ ધ્યાન આપી રહ્યા છીએ. જો અમે આ છેલ્લી પાંચ ઓવરમાં માનસિક રીતે મજબૂત રહીશું તો અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકીશું. આશા છે કે અમે ટુર્નામેન્ટમાં આ અવરોધોને દૂર કરવામાં સફળ રહીશું.’



ભારતીય ટીમ ચોથી ઑક્ટોબરથી ન્યુ ઝીલૅન્ડ સામે પોતાના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK