Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Parvin Dabas Car Accident: ‘ખોસલા કા ઘોસલા’ ફેમ પરવીન ડબાસને નડ્યો એક્સિડન્ટ, ICUમાં ચાલી રહી છે સારવાર

Parvin Dabas Car Accident: ‘ખોસલા કા ઘોસલા’ ફેમ પરવીન ડબાસને નડ્યો એક્સિડન્ટ, ICUમાં ચાલી રહી છે સારવાર

21 September, 2024 12:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Parvin Dabas Car Accident: અત્યારની મેડિકલ અપડેટ એ છે કે તેને ગંભીર ઇજા થઇ છે અને ડોકટર્સ CT સ્કેન અને અન્ય પરીક્ષણો કરી રહ્યા છે

પરવીન ડબાસ, પ્રીતિ ઝંગિયાની

પરવીન ડબાસ, પ્રીતિ ઝંગિયાની


બોલિવૂડ એક્ટર પરવીન ડબાસને લઈને દુખદ સમાચાર સામે આવ્યા છે. પરવીન ડબાસનો એક્સિડન્ટ (Parvin Dabas Car Accident) થયો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલા આ એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે એવા અહેવાલ સામે આવ્યા છે કે તે હાલમાં ICUમાં સારવાર હેઠળ છે.


હોલી ફેમિલી હોસ્પિટલમાં આઇસીયુ સારવાર હેઠળ છે અભિનેતા 



પ્રાપ્ત અહેવાલો અનુસાર પ્રો પંજા લીગના સહ-સ્થાપક પરવીન ડબાસને શનિવારે સવારે ભયાવહ રોડ એક્સિડન્ટ નડ્યો (Parvin Dabas Car Accident) હતો. આ બાદ તેને હોલી ફેમિલી હોસ્પિટલ ખાતે ICUમાં દાખલ કરવામાં આવેલ છે.

પ્રીતિએ એક જાણીતા ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "અત્યારની મેડિકલ અપડેટ એ છે કે તેને ગંભીર ઇજા થઇ છે અને ડોકટર્સ CT સ્કેન અને અન્ય પરીક્ષણો કરી રહ્યા છે જેથી કોઈ વધુ ઇન્જરી થઈ છે કે કેમ તે જાણવા મળે. હાલમાં તે વધારે હલનચલન કરી નથી શકતો. લીગમાં કામનો બોજ વધારે હોવાથી તે રાત્રે કામ કરી રહ્યો હતો અને વહેલી સવારે ડ્રાઇવિંગ સમયે તે અકસ્માતનો ભોગ બન્યો છે”


અભિનેતાએ આ ફિલ્મોમાં કર્યું છે કામ 

પરવીન ડબાસ (Parvin Dabas Car Accident)ની અભિનયયાત્રા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે 2006માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’માં તે જોવા મળ્યો હતો. ત્યારબાદ આ અભિનેતા ‘માય નેમ ઈઝ ખાન’, ‘રાગિની એમએમએસ 2’ જેવી ફિલ્મોમાં સુદ્ધાં જોવા મળ્યો છે. તે ઉપરાંત પરવીન ડબાસ પ્રાઇમ વીડિયોની સીરિઝ ‘મેડ ઇન હેવન’માં પણ જોવા મળ્યો હતો. 


Parvin Dabas Car Accident: પરવીન ડબાસે વર્ષ 2008માં પ્રીતિ ઝાંગિયાની સાથે લગ્ન કર્યા હતા. પ્રીતિ છેલ્લે 2023ની વેબ સિરીઝ `કફસ`માં જોવા મળી હતી, જેમાં શરમન જોશી અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. સાહિલ સંઘા દ્વારા નિર્દેશિત તે સોની લિવ પર પ્રસારિત થાય છે.

લગ્ન બાદ આ દંપતીને બે બાળકો થયા હતા. 2008માં લગ્ન કર્યા બાદ આ બંનેને બે પુત્રો જયવીર અને દેવ થયા હતા. અભિનેતા બાળકો અને પત્ની સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યો હતો તે વચ્ચે આ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર પરવીન અને પ્રીતિની મુલાકાત ફિલ્મ `વિથ લવ...તુમ્હારા`ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા ત્યારથી શરૂ થયેલી આ લવસ્ટોરી અંતે લગ્નમાં પરિણમી હતી. આ બંનેએ સ્વેન એન્ટરટેઈનમેન્ટ નામની કંપની પણ શરૂ કરી છે.

Parvin Dabas Car Accident: પ્રો પંજા લીગના નિવેદમમાં ચાહકોને ખાસ વિનંતી કરી છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં પરવીન ડબાસ અને તેના પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખે. તેઑ આ મુશ્કેલ સમયમાં પરવીન ડબાસ અને તેમના પરિવાર સાથે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2024 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK