પહેલી વખત વર્લ્ડ કપમાં રમી રહેલી ૨૦ વર્ષની બંગલાદેશી બૅટર જુઐરિયા ફિરદોસ ૩૩ બૉલમાં ૭ ફોર અને બે સિક્સની મદદથી ૫૦ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી
બંગલાદેશની જુઐરિયા ફિરદોસે ૫૦ રન ફટકાર્યા હતા
ઍજબેસ્ટનમાં ગઈ કાલે બપોરે નેધરલૅન્ડ્સ પહેલી વખત વિમેન્સ T20 વર્લ્ડ કપ મૅચ બંગલાદેશ સામે રમ્યું હતું. બંગલાદેશે આ ટુર્નામેન્ટનો પોતાનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરીને માત્ર ચોથી જ T20 વર્લ્ડ કપ જીત નોંધાવી હતી. પહેલી વખત વર્લ્ડ કપમાં રમી રહેલી ૨૦ વર્ષની બંગલાદેશી બૅટર જુઐરિયા ફિરદોસ ૩૩ બૉલમાં ૭ ફોર અને બે સિક્સની મદદથી ૫૦ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી.
નેધરલૅન્ડ્સની કૅપ્ટન અને વિકેટકીપર-બૅટર બબેટ દ લીડે ૪૫ બૉલમાં પાંચ ફોરની મદદથી ૫૦ રન કરીને ટીમનો સ્કોર ૮ વિકેટે ૧૩૯ રન સુધી પહોંચાડ્યો હતો. બંગલાદેશની ઓપનર જુઐરિયા ફિરદોસની ફિફ્ટીના આધારે ૧૯.૧ ઓવરમાં ૪ વિકેટે ૧૪૧ રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
