Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે બંગલાદેશ સામેની મૅચ કરો યા મરો સમાન

આજે વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત માટે બંગલાદેશ સામેની મૅચ કરો યા મરો સમાન

Published : 25 June, 2026 09:57 AM | IST | Manchester
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમ પર ભારે પ્રેશર છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ મેદાન પર આજે રમાનારી વિમેન્સ T20 વર્લ્ડ કપની કટોકટીભરી ગ્રુપ-મૅચમાં ભારતનો સામનો બંગલાદેશ સામે થશે. સેમી-ફાઇનલની રેસમાં પોતાની આશાઓ જીવંત રાખવા માટે ભારત માટે આ મુકાબલામાં જીત મેળવવી અનિવાર્ય છે.

હાલમાં ગ્રુપ 1માં સ્ટૅન્ડિંગમાં ભારત ૪ પૉઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે, પરંતુ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મૅચમાં મારિઝાન કૅપની અદ્ભુત ૮૧ રનની અણનમ ઇનિંગ્સને કારણે મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયા ભારે દબાણમાં આવી ગઈ છે. હવે પછીનો મુકાબલો શક્તિશાળી ઑસ્ટ્રેલિયા સામે હોવાથી ભારતે બંગલાદેશ સામે કોઈ પણ ભૂલ વિના વિજય મેળવવો જ પડશે.



ટીમની સ્ટાર ઓપનર શફાલી વર્માએ જણાવ્યું હતું કે કૅપ્ટન હરમનપ્રીત કૌરે ખેલાડીઓને નકારાત્મકતાથી દૂર રહીને એકબીજાને પ્રોત્સાહિત કરવા અને પ્રૅક્ટિસ પર ફોકસ કરવા કહ્યું છે, ગત વર્ષે પણ ટીમ આવી સ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવી હતી.


આ મૅચમાં શફાલીની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે, કારણ કે સ્પિનર શ્રેયંકા પાટીલની ઇન્જરી બાદ તે બૉલિંગમાં પણ મહત્ત્વની ઓવરો નાખી રહી છે. શફાલીએ ખુદને હવે એક સક્ષમ ઑલરાઉન્ડર ગણાવી છે.

બીજી તરફ, બંગલાદેશની ટીમ નેધરલૅન્ડ્સ અને પાકિસ્તાનને હરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે અને એ પણ સેમી-ફાઇનલની રેસમાં હોવાથી ભારત પોતાના પાડોશી દેશને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ નહીં કરે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 09:57 AM IST | Manchester | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK