Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતનો હાઇએસ્ટ સ્કોર અને સૌથી મોટો વિજય, નેધરલૅન્ડ્સને પછાડ્યું

વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતનો હાઇએસ્ટ સ્કોર અને સૌથી મોટો વિજય, નેધરલૅન્ડ્સને પછાડ્યું

Published : 18 June, 2026 02:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૪ રન અને બે કૅચ સાથે સ્મૃતિ માન્ધના પ્લેયર ઑફ ધ મૅચ, હાફ સેન્ચુરી કર્યા બાદ ત્રણ વિકેટ ઝડપીને શફાલી વર્માએ કરી કમાલ

શ્રેયંકા પાટીલ પહેલો જ બૉલ નાખ્યા બાદ ઇન્જર્ડ થઈ ગઈ હતી અને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવી પડી હતી. બાલ નાખ્યા બાદ સિંગલ રોકવાની પ્રયાસમાં તે ઇન્જર્ડ થઈ હતી. ૨૦૨૪ અને ૨૦૨૫માં ઇન્જરીને લીધે જ શ્રેયંકા ટીમની બહાર રહી હતી.

શ્રેયંકા પાટીલ પહેલો જ બૉલ નાખ્યા બાદ ઇન્જર્ડ થઈ ગઈ હતી અને સ્ટ્રેચરમાં મેદાનની બહાર લઈ જવી પડી હતી. બાલ નાખ્યા બાદ સિંગલ રોકવાની પ્રયાસમાં તે ઇન્જર્ડ થઈ હતી. ૨૦૨૪ અને ૨૦૨૫માં ઇન્જરીને લીધે જ શ્રેયંકા ટીમની બહાર રહી હતી.


ગઈ કાલે હેડિંગ્લીમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૦મી મૅચમાં ભારતે કમાલના પર્ફોર્મન્સ સાથે નેધરલૅન્ડ્સને હરાવીને સતત બીજી જીત મેળવી હતી. પ્રથમ મૅચમાં પાકિસ્તાનને ૬૪ રનથી હરાવ્યા બાદ ભારતે ગઈ કાલે નેધરલૅન્ડ્સને એનાથી મોટા ૯૫ રનના માર્જિનથી પરાજિત કર્યું હતું. 

ભારતે ઓપનરો સ્મૃતિ માન્ધના (૪૭ બૉલમાં એક સિક્સર અને ૧૧ ફોર સાથે ૭૪) અને શફાલી વર્મા (૩૮ બૉલમાં ૧૦ ફોર સાથે ૫૫ રન)ના દમ પર ૨૦ ઓવરમાં આ ટુર્નામેન્ટમાં પાંચ વિકેટે ૨૦૯ રનનો તેમનો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં નેધરલૅન્ડ્સ ૧૭.૩ ઓવરમાં ૧૧૪ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું. શ્રી ચરણીએ ચાર ઓવરમાં ૧૯ રનમાં ૪ વિકેટ સાથે બેસ્ટ પર્ફોર્મ કર્યું હતું. બૅટિંગ બાદ બોલિંગમાં કમાલ કરતાં શફાલીએ ૨૦ રનમાં ૩ વિકેટ લીધી હતી. નંદની શર્માને બે અને પ્રથમ મૅચની સ્ટાર દીપ્તિ શર્માને એક વિકેટ મળી હતી. 



ફિફ્ટી અને ૩ વિકેટ, શફાલી ત્રીજી ખેલાડી


વિમેન્સ T20 વર્લ્ડ કપની એક જ મૅચમાં હાફ સેન્ચુરી અને ૩ વિકેટનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરનાર શફાલી વર્મા ત્રીજી ખેલાડી બની ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝની હેલી મૅથ્યુઝ અને સાઉથ આફ્રિકાની સુન લુસ આવી કમાલ કરી ચૂકી છે. T20 ઇન્ટરનૅશનલમાં આવી ડબલ કમાલ કરનાર તે અનુજા પાટીલ બાદ બીજી ભારતીય ખેલાડી બની ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK