Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી વિમેન્સ T20 વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચો શરૂ થશે

આજથી વિમેન્સ T20 વર્લ્ડ કપની વૉર્મ-અપ મૅચો શરૂ થશે

Published : 06 June, 2026 10:21 AM | IST | Wales
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ ટીમો વચ્ચે ૧૨ વૉર્મ-અપ મૅચો ડર્બી, લૉફબોરો અને કાર્ડિફ જેવા ત્રણ વેન્યુ પર રમાશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સમાં ૧૨ જૂનથી પાંચમી જુલાઈ સરમ્યાન ૧૨ ટીમો વચ્ચે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 રમાશે. ટ્રોફી જીતવાની રેસ શરૂ થાય એ પહેલાં ૧૨ ટીમો આજે ૬ જૂનથી ૧૦ જૂન વચ્ચે વૉર્મ-અપ મૅચમાં ટુર્નામેન્ટની તૈયારીઓ કરશે. ૧૨ ટીમો વચ્ચે ૧૨ વૉર્મ-અપ મૅચો ડર્બી, લૉફબોરો અને કાર્ડિફ જેવા ત્રણ વેન્યુ પર રમાશે.

આજે પહેલા દિવસે ટુર્નામેન્ટની ૮ ટીમો ચાર વૉર્મ-અપ રમવા માટે મેદાન પર ઊતરશે. ૭ જૂને બ્રેક હશે જ્યારે ૮ જૂને બે, ૯ જૂને ચાર અને ૧૦ જૂને બે વૉર્મ-અપ મૅચ રમાશે. ભારતીય ટીમ કાર્ડિફમાં ૮ જૂને વેસ્ટ ઇન્ડીઝ સામે અને ૧૦ જૂને ઇંગ્લૅન્ડ સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર આ બન્ને મૅચ બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 10:21 AM IST | Wales | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK