Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે પાંચ વન-ડે મૅચની સિરીઝની બીજી મૅચ રમાશે

આજે ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે પાંચ વન-ડે મૅચની સિરીઝની બીજી મૅચ રમાશે

Published : 07 November, 2026 08:29 AM | Modified : 07 November, 2026 09:02 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલિંગ્ટનમાં કિવીઓ સામે ૪ વન-ડેમાંથી માત્ર એક મૅચ હારી છે ભારતીય મેન્સ ટીમ.

આજની મૅચ માટે રણનીતિ પર ચર્ચા કરતા હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન શુભમન ગિલ

આજની મૅચ માટે રણનીતિ પર ચર્ચા કરતા હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન શુભમન ગિલ


આજે રમાનારી બીજી વન-ડે મૅચમાં ભારતના યુવા અને આશાસ્પદ બોલરો ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમેન પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ આ મૅચ જીતવા અને પાંચ મૅચની સિરીઝમાં પોતાની ૧-૦ની લીડને વધુ મજબૂત બનાવવા સજજ છે.

વેલિંગ્ટનમાં સ્થિત હેન્રી સ્ટેડિયમમાં ભારત યજમાન ન્યુ ઝીલૅન્ડ સામે જ ચારેય વન-ડે મૅચ રમ્યું છે. એમાંથી ભારત બે મૅચ જીત્યું છે અને ૨૦૧૪માં માત્ર એક મૅચ હાર્યું છે. ૨૦૦૯માં રમાયેલી એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. ભારતે અહીં રમેલી પહેલી ૨૦૦૩ની અને છેલ્લી ૨૦૧૯ની બન્ને વન-ડે મૅચમાં કિવી ટીમને માત આપી હતી.



ન્યુ ઝીલૅન્ડ પોતાના આ હોમગ્રાઉન્ડ પર છેલ્લી ૧૦ વન-ડે મૅચમાંથી ૬ મૅચ હાર્યું છે અને માત્ર ૪ મૅચ જીત્યું છે. અહીં કિવી ટીમ ૩૦ વન-ડેમાંથી ૧૭ મૅચમાં જીતી છે અને ૧૧ મૅચમાં હારી છે. અન્ય બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. 


ગઈ કાલે વેલિંગ્ટનમાં દિવસની શરૂઆતમાં હળવા વરસાદને કારણે બન્ને ટીમોએ પ્રૅક્ટિસ-સેશનના પ્લાનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. અૅક્યુવેધરના રિપોર્ટ અનુસાર આજે શનિવારે વધુ વરસાદની આગાહી છે. દિવસના પહેલા ભાગમાં વરસાદની શક્યતા ૬૦ ટકા છે, જ્યારે બીજા ભાગમાં પંચાવન ટકા છે.

ભારત સામેની વન-ડે સિરીઝ માટે કિવી ટીમના કોચિંગ સ્ટાફમાં ધુરંધર માર્ટિન ગપ્ટિલની એન્ટ્રી


માર્ટિન ગપ્ટિલે પોતાની વન-ડે કરીઅરમાં સૌથી વધુ ૯૨૫ રન ભારતીય ટીમ સામે જ કર્યા હતા.

ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામેની વન-ડે સિરીઝમાં પોતાના ક્રિકેટર્સના માર્ગદર્શન માટે ભૂતપૂર્વ ક્રિકેટર માર્ટિન ગપ્ટિલને જવાબદારી સોંપી છે. ૪૦ વર્ષનો માર્ટિન ગપ્ટિલ આ સિરીઝમાં બૅટિંગ અને ફીલ્ડિંગ સલાહકારની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં તેણે ઑસ્ટ્રેલિયા ટૂર પર ન્યુ ઝીલૅન્ડની મહિલા ટીમના કોચિંગ સ્ટાફમાં કામ કર્યું હતું. ૨૦૨૨ સુધી માર્ટિન ગપ્ટિલે ન્યુ ઝીલૅન્ડ માટે ૨૩ સેન્ચુરીની મદદથી ૩૬૭ મૅચોમાં ૧૩,૪૬૩ રન કર્યા હતા. ભૂતકાળમાં માર્ટિન ગપ્ટિલે ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીને રનઆઉટ કરીને ભારતને ટ્રોફીથી દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

વન-ડે સિરીઝમાંથી ઇન્જર્ડ ડેવોન કૉન્વે આઉટ

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મૅટ હેન્રી સાથે અથડાઈને ઘાયલ થયેલો ટૉપ-ઑર્ડર બૅટર ડેવોન કૉન્વે બાકીની વન-ડે મૅચમાંથી પણ બહાર થઈ ગયો છે. પહેલી મૅચ અગાઉ બનેલી આ ઘટનાને કારણે તેને માથામાં ઇન્જરી થઈ હતી અને તેને હૉસ્પિટલમાં  દાખલ કરવો પડ્યો હતો. કન્કશન ઇન્જરીના નિયમો અનુસાર તેને સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મૅટ હેન્રીને કન્કશન ઇન્જરી થઈ ન હોવાથી તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ચોથી-પાંચમી વન-ડે સ્ક્વૉડમાં સામેલ ડાબોડી બૅટર નિક કેલીને બીજી-ત્રીજી મૅચની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 09:02 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK